આજે ભાવનગર જિલ્લામાં 244 ગ્રામ પંચાયતની ચૂંટણી

0
132

[ad_1]

– ચૂંટણી કર્મચારીઓ મતદાન મથકે પહોંચી તૈયારીઓ હાથ ધરશે, સવારે 7 કલાકે મતદાન શરૂ થશે 

– સામાન્ય, પેટા અને મધ્યસત્ર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 734 મતદાન મથક તૈયાર કરાયા : 4,142 ઉમેદવાર મેદાનમાં 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં આવતીકાલે રવિવારે ર૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જેમાં સામાન્ય, પેટા અને મધ્યસત્ર ચૂંટણીનો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતપેટીઓ લઈ કર્મચારીઓ આજે શનિવારે ફરજ પરના ગામડે જવા રવાના થયા હતાં. આવતીકાલે રવિવારે સવારથી મતદાનનો પ્રારંભ થશે અને સાંજ સુધી મતદાન ચાલશે. ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે ગામડાઓમાં રાજકીય માહોલ ગરમાયો છે. ગામડાઓની ચૂંટણીમાં સારૂ મતદાન થશે તેમ જાણકારો જણાવી રહ્યા છે.   

જિલ્લામાં આવતીકાલે તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૧ને રવિવારે સવારે ૭ થી સાંજના ૬ કલાક દરમિયાન ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીનુ આયોજન કરવામાં આવેલ છે. ર૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાં રરર સામાન્ય ગ્રામ પંચાયત, ૧૯ ગામમાં પેટા ચૂંટણી અને ૩ ગામમાં મધ્યસત્ર ચૂંટણી થશે. ભાવનગર જિલ્લામાં આશરે ૪,૧૪ર ઉમેદવાર ચૂંટણી લડશે, જેમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે ૪,૦૪૪ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે, જેમાં સરપંચ પદના પ૮પ અને વોર્ડ સભ્ય પદના ૩,૪પ૯ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પેટા ચૂંટણીમાં પ૧ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે, જેમાં સરપંચ પદના ૪પ અને વોર્ડ સભ્ય પદના ૬ ઉમેદવારનો સમાવેશ થાય છે. મધ્યસત્ર ચૂંટણીમાં ૪૭ ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ રહેશે, જેમાં સરપંચ પદના ૭ અને વોર્ડ સભ્પ પદના ૪૦ ઉમેદવારનો સમાવેશ થાય છે. ચૂંટણીના પગલે ગામડાઓમાં રાજકીય માહોલ જામ્યો છે. 

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ ૭૩૪ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ આજે શનિવારે ફરજ પરના ગામડે જવા રવાના થયા હતાં. સાંજે મોટાભાગના કર્મચારીઓ ગામડે પહોંચી ગયા છે અને મતદાન મથક તૈયારીની કામગીરી હાથ ધરી હોવાનુ જાણવા મળેલ છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ર,૬પ,ર૪૭ પુરૂષ, ર,૪પ,૧પ૦ સ્ત્રી મળી કુલ પ,૧૦,૩૯૭ મતદાર મતદાન કરી શકશે. આ ચૂંટણીમાં ૧૪પ૦માંથી ૮૭૦ મતપેટી ઉપયોગમાં લેવાશે. સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં ૮૦૦ મતપેટીનો ઉપયોગ કરાશે, જયારે પેટા ચૂંટણીમાં ૭૦ મતપેટીનો ઉપયોગ કરાશે. ભાવનગર જિલ્લાની ર૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ૪૭૧ર કર્મચારી ફરજ બજાવશે. સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં ૪,૩૭પ કર્મચારી ફરજ બજાવશે, જેમાં ૭૬ ચૂંટણી અધિકારી, ૭૬ મદદનીશ ચૂંટણી અધિકારી અને ૪,રર૩ પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. પેટા ચૂંટણીમાં ૩૩૭ કર્મચારી ફરજ બજાવશે, જેમાં ૧૪ ચૂંટણી અધિકારી, ૧૪ મદદનીશ ચૂંટણી અધિકારી અને ૩૦૯ પોલિંગ સ્ટાફનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં કોઈ અનીચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા હાથ ધરી છે. આશરે ૧૬૩૧ પોલીસ કર્મચારીઓ ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે. સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારોને ચૂંટવા ગામડાઓના મતદારો મતદાન કરશે ત્યારે કેટલા ટકા મતદાન થાય છે ? તેની રાહ જોવી જ રહી.  

સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે 

ભાવનગર જિલ્લામાં આવતીકાલે રવિવારે ર૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાં કુલ ર૭૧ મતદાન મથક સંવેદનશીલ છે, જયારે ર૧ અતિ સંવેદનશીલ મતદાન મથક છે. સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં કુલ ૬૮૦ મતદાન મથકો છે, જેમાં ર૪૪ સંવેદનશીલ અને ર૧ અતિ સંવેદનશીલ મતદાન મથકનો સમાવેશ થાય છે. પાલિતાણા તાલુકામાં ૮ અને ગારિયાધાર તાલુકામાં ૧૩ મતદાન મથક અતિ સંવેદનશીલ છે. પેટા ચૂંટણીમાં કુલ પ૪ મતદાન મથક છે, જેમાં ર૭ સંવેદનશીલ મતદાન મથક છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક પર કાયદો-વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here