[ad_1]
![]()
ભરૂચ: કમોસમી વરસાદનાં કારણે જંબુસર તાલુકાના ગામોમાં ખેતીને મોટુ નુકસાન થયુ છે. ખાસ કરીને કપાસ, તુવેર અને મગફળી પકવતા ખેડુતોને નુકસાન પહોંચ્યુ છે. ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. પરંતુ સરકારે 82 ગામો પૈકી 13 ગામોને નુકસાનીનું વળતર આપવાનું નક્કી કર્યુ છે. જેના કારણે અન્ય ગામના ખેડુતો ચિંતામાં મુકાયા છે. સરકાર દ્વારા ફરીવાર સર્વે કરી તમામ ખેડુતો કે જેમને નુકસાન થયુ છે તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માગ સાથે જંબુસર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને જંબુસરના ધારાસભ્યએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ છે.
[ad_2]
Source link






