[ad_1]
![]()
ભરૂચ: અંકલેશ્વરની કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી સાડા સાત લાખની કિંમતના પાવડરની ચોરી થઈ છે. માત્ર અડધો કલાકમાં જ આ ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો. શનિવારે આ ઘટના બની હતી. આ અંગે કંપનીના આસિટન્ટ જનરલ મેનેજરે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ચોરી પાછળ કપંનીના જ કોઈ કર્મચારીનો હાથ હોવાની પ્રબળ સંભાવના છે. પોલીસે ડોગ સ્કોવડ અને એફએસએલની મદદથી ચોરને પકડવા કવાયત હાથ ધરી છે.
કંપનીના આસિટન્ટ જનરલ મેનેજર ચિંતન શેઠની ફરીયાદ અનુસાર પી.પી. એરિયામાં 25 કિલો ઓલેનઝેપાઈન પાવડર કિંમત ₹7.50 લાખની બેગ શનિવારે સવારે 6 થી 6.30 સમયગાળા દરમિયાન ચોરાઈ છે. કંપનીમાં અનેક શોધખોળ બાદ બીજા રૂમમાંથી માત્ર ખાલી ડ્રમ જ મળી આવ્યું હતું. પીળા સ્ફટિકીય રૂપમાં આવતા ઓલેનઝેપાઈન પાવડરનો ઉપયોગ સ્કિઝોફ્રેનિયા અને બાયપોલર ડિસઓર્ડરની સારવાર માટે યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા દવા બનાવવા મંજુર થયો છે. આ દવા માનસિક રોગીઓની સારવાર માટે વાપરવામાં આવે છે.
જીઆઈડીસી પોલીસે ફરીયાદના આધારે કંપનીના તમામ સીસીટીવી કેમેરા, મુલાકાતીઓનું રજીસ્ટર, આ સમય દરમિયાન ઉપસ્થિત કર્મચારીઓ સહિત ડોગ સ્કોવડ અને એફ.એસ.એલની મદદથી તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link






