અમદાવાદ એરપોર્ટ ઉપર લંડનથી આવેલી યુવતીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો

On: December 5, 2021 1:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,શનિવાર,4
ડિસેમ્બર,2021

ઓમિક્રોનના વિશ્વના દેશોમાં વધી રહેલા સંક્રમણ બાદ અમદાવાદ
એરપોર્ટ ઉપર વિદેશથી આવતી તમામ ફલાઈટના પેસેન્જરના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં
આવી રહ્યા છે.દરમ્યાન શુક્રવારે મોડી રાતે લંડનથી સીધી અમદાવાદ આવેલી ઈન્ટરનેશનલ
ફલાઈટમાં આવેલી એક યુવતીનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા ફલાઈટમાં
આવેલા તમામ ૨૨૨ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.યુવતી સિવાયના તમામ પેસેન્જરોના
ટેસ્ટ રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.જો કે
રાજય સરકારની ગાઈડલાઈન પ્રમાણે વિદેશથી આવેલા તમામ પ્રવાસીઓને સાત દિવસ સુધી હોમ
કવોરન્ટાઈન રહેવુ પડશે.બાદમાં નવેસરથી ટેસ્ટ કરાવી ટેસ્ટ રીપોર્ટની અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવાની રહેશે. કોરોના પોઝિટિવ આવેલી યુવતીનું સેમ્પલ
પૂણે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યુ છે.

વિશ્વના દેશોમાં ઓમિક્રોનના કેસ વધતા સરકાર દ્વારા વિદેશથી
આવતા મુસાફરોને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.પહેલી કેટેગરીમાં હાઈ રીસ્ક
વાળા દેશ અને બીજી કેટેગરીમાં હાઈ રીસ્ક વગરના દેશ.અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ
ઉપર શુક્રવારે મોડી રાતે લંડનથી ૨૨૨ મુસાફરોને લઈ એક ફલાઈટ અમદાવાદના ઈન્ટરનેશનલ
એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી.આ ફલાઈટમાં આવેલા મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં
અમદાવાદ બહાર  વડોદરા ખાતે રહેતી એક
યુવતીનો કોરોના રીપોર્ટ આરટીપીસીઆર ટેસ્ટ બાદ પોઝિટિવ આવ્યો હતો.જયારે અન્ય તમામ
પેસેન્જરોના ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના
ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીએ એક વાતચીતમાં કહ્યુ છે.તેમણે
કહ્યુ
,વિદેશથી
આ યુવતી સાથે આવેલા તેમજ જેમનો આરટીપીસીઆર ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવ્યો છે એવા
તમામ લોકોએ સાત દિવસ સુધી ફરજિયાત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે હોમ કવોરન્ટાઈન રહેવુ
પડશે.

સાત દિવસ પુરા થયા બાદ ફરીથી જે મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ
રીપોર્ટ નેગેટિવ આવ્યા છે એ તમામે નવેસરથી આરટીપીસીઆર ટેસ્ટ કરાવી એ રીપોર્ટ અંગે અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવાની રહેશે.અમદાવાદ એરપોર્ટ ઉપર ઈન્ટરનેશનલ ફલાઈટથી
અમદાવાદ આવેલી પરંતુ અમદાવાદ બહારની યુવતી કોરોના પોઝિટીવ આવતા મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ
સતર્ક બની ગયું છે.

એરપોર્ટ ઉપર ઉતરેલા ૪૦૦થી વધુ પેસેન્જરોના ટેસ્ટ કરાયા

વિદેશોમાં ઓમીક્રોનના કેસ વધતા રાજય સરકારની ગાઈડ લાઈન
પ્રમાણે અમદાવાદ એરપોર્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  એરપોર્ટ ઉપર ઉતરતા મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ
કરવાની કામગીરી શ
રુ કરવામાં આવી છે.મ્યુનિ.ના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ના કહેવા
પ્રમાણે
,અત્યાર
સુધીમાં ૪૦૦થી વધુ પેસેન્જરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે.હાઈ રીસ્ક
ધરાવતા દેશોમાંથી આવનારા મુસાફરો પૈકી પહેલી ડિસેમ્બરે પચાસ લોકોના
, બીજી ડિસેમ્બરે ૪૨
લોકોના અને ત્રીજી ડિસેમ્બરે ૭૨ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા હતા.જયારે હાઈ
રીસ્ક વગરના દેશોમાંથી આવેલા મુસાફરો પૈકી પહેલી ડિસેમ્બરે ૨૦ લોકોના
, બીજી ડિસેમ્બરે
૧૪ લોકોના અને ત્રીજી ડિસેમ્બરે ૨૨ મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા હતા.આ તમામના
ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

અમદાવાદના તમામ મુસાફરોના આરટીપીસીઆર રીપોર્ટ નેગેટિવ

વૈશ્વિક રાષ્ટ્રોમાં ઓમિક્રોનના કેસ વધતા અમદાવાદ એરપોર્ટ
ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વિદેશથી આવતા મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ
કરવાની કામગીરી શરુ કરી છે.અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમદાવાદ
એરપોર્ટ ઉપર વિદેશથી આવેલા મુસાફરોના જેટલા 
આરટીપીસીઆર ટેસ્ટ કર્યા છે એ પૈકી મુળ અમદાવાદના રહેવાસી હોય એવા તમામ
પેસેન્જરોના આરટીપીસીઆર ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!