[ad_1]
અમદાવાદ,તા.04 ડિસેમ્બર 2021,શનિવાર
ખોખરા-હાટકેશ્વર માર્ગ પર રૂક્ષમણિબહેન હોસ્પિટલ પાસે આવેલી સહદેવ સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા ખોદકામ હાથ ધરાયું હતું. જેમાં શનિવારે જેસીબી મશીનથી ગટર, પાણી, વીજ અને ગેસ લાઇનમાં લીકેજ થઇ જતા દોડધામ મચી હતી. પોલીસે રસ્તો બંધ કરીને વાહનોની અવર-જવર રોકી હતી. સોસાયટીના રહીશોને ઘરની અંદર રહેવાની સહાલ અપાઇ હતી. જોકે સમયસર મરામત કામ થઇ જતા કોઇ મોટી મુસીબત સર્જાઇ નહતી.
સ્થાનિક રહીશોના મતે સહદેવ સોસાયટીમાં આરસીસી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તે માટે ખોદકામ કરવામાં આવી રહ્યુ ંહતું. આ ખોદકામમાં ભુલથી ગેસ, વીજ અને ગટર-પાણીની લાઇનો પણ આંશિક લીકેજ થઇ ગઇ હતી. જોકે સમયસર સમયસુચકતા વાપરીને તમામ લીકેજનું કામ પુરૂ કરી દેવાયું હતું.
આ અંગે ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા મુજબ ખોખરામાંથી આવો કોઇ ઇમરજન્સી કોલ આવ્યો નથી. જોકે રહીશોના જણાવ્યા મુજબ સ્થાનિકોની મદદથી લીકેજની સ્થિતિ કાબૂમાં લેવામાં આવતા ફાયરબ્રિગેડની મદદની જરૂર પડી નહતી.
આ સોસાયટીમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવાયો હતો. સમારકામ કરવા માટે બેરીકેડ મુકીને રસ્તો બંધ કરી દેવાયો હતો. મોડી સાંજે વીજ પુરવઠો પૂર્વવત થઇ ગયો હતો. અને ગેસ, પાણી, ગટર સહિતના લીકેજીસનું કામ પુરૂ કરી દેવાયું હોવાનું સ્થાનિક રહીશોનું કહેવું છે.
[ad_2]
Source link