જામનગરના નીલકંઠ પાર્ક વિસ્તારના દિવાલમાં જરી મારવાનું કામ કરી રહેલા યુવાનનું હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ

On: December 4, 2021 12:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

​​

જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર

જામનગરના નીલકંઠ પાર્ક વિસ્તારના એક રહેણાંક મકાન માં ઝરી મારવાનું કામ કરી રહેલા યુવાનનું એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યા પછી હૃદય બંધ પડી જવાના કારણ મૃત્યુ નિપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નીલકંઠ પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતો નાથાભાઈ કારાભાઈ ખુંટ નામનો 46 વર્ષનો યુવાન ગઈકાલે મયુર ટાઉનશિપમાં મકાનની દીવાલમાં જરી મારવાનું કામ કરતો હતો. જે દરમિયાન તેને એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને બેશુદ્ધ બન્યો હતો.

જેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર કિસન નાથાભાઈ પટેલે પોલીસને જાણ કરતાં સીટી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!