ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો કેસ નોંધાયો, દર્દી દક્ષિણ આફ્રિકાથી પાછો આવ્યો હતો

On: December 4, 2021 9:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

નવી દિલ્હી,તા.4.ડિસેમ્બર,2021

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે.આ કેસ ગુજરાતના જામનગરનો છે.

એવુ મનાય છે કે, ગુજરાતના જામનગરનો આ રહેવાસી દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો હતો.એરપોર્ટ પર થયેલી તપાસમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.એ પછી દર્દીના સેમ્પલને જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યુ હતુ.જેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ દર્દી કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત છે.આ ખુલાસો થયા બાદ ગુજરાત સરકારમાં પણ હલચલ મચી ગઈ છે.

ભારતમાં સંભવિત પણે ઓમિક્રોન વેરિએન્ટનો આ ત્રીજો કેસ છે.આ પહેલા કર્ણાટકમાં તેના બે દર્દી મળ્યા હતા.આ બંને દર્દીઓએ કોરોના વેક્સીન લીધેલી છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં પણ 30 લોકોના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 2800 જેટલા લોકો ઓમિક્રોનના જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવ્યા છે.આ પૈકીના બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જોકે મહારાષ્ટ્રમાં હજી ઓમિક્રોનના કેસની જાણકારી સામે નથી આવી.

રાજસ્થાનમાં પણ દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા એક પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ થયા છે.તેમના સંપર્કમાં આવેલા બીજા પાંચ લોકોને પણ કોરોના થયો છે.આમ ભારતમાં પણ ઓમિક્રોનના દર્દીઓ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!