[ad_1]

સુરત, તા. 02 ડિસેમ્બર 2021 શનિવાર
વેસુ ખાતે રહેતા કાપડ વેપારી સીટી લાઇટની ક્લિનિકમાં શુક્રવારે બપોરે કાર્ડિયાક ટેસ્ટિંગ કરતા હતા. ત્યારે તેમની અચાનક તબિયત લથડતા મોતને ભેટયા હતા.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ વેસુ ખાતે કેનાલ રોડ પર એન્જોય રેસિડેન્સીમાં રહેતા 51 વર્ષીય કાપડ વેપારી અનિલભાઈ બચ્છરાજભાઈ સિંધી શુક્રવારે બપોરે સીટી લાઇટ ખાતે મિરાજ ક્લિનિકમાં કાર્ડિયાક ટેસ્ટિંગ કરવા માટે ગયા હતા. ત્યાં તેમનો ટેસ્ટિંગ કરતી વખતે અચાનક તબિયત બગડતા પડી ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
બાદમાં તેમના મૃતદેહને નવી સિવિલ ખાતે ખસેડાયો હતો ત્યાં પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું કે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા છે પણ તેમના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.
[ad_2]
Source link






