ડાંગરની ગુણોથી છલકાતી પાલ કોટન મંડળીમાં બે લાખને બદલે માત્ર 30 હજાર ગુણો આવી

On: November 28, 2021 6:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– મંડળી
મારફત વેપારીને ડાંગર આપ્યા બાદ બે વર્ષથી ખેડૂતોને રૃા.
24 કરોડનું પેમેન્ટ નહી
મળતા આ વખતે જથ્થો આપ્યો નહી

     સુરત

 છેલ્લા બે વર્ષથી ખેડુતોએ મંડળીના વિશ્વાસ પર
ડાંગરની ગુણો નાંખી હોવા છતા સમયસર રૃપિયા નહીં ચૂકવાતા જહાંગીરપુરા પાલ કોટન
મંડળીની આજે એવી હાલત થઇ છે કે ચોમાસુ ડાંગરના પાકની જે
2 લાખ ગુણો આવતી હતી
તેની સામે માંડ
30 હજાર જ ગુણો આવી હતી.

જહાંગીરપુરાની
પાલ કોટન મંડળી દ્વારા વેપારીને ડાંગર આપ્યા બાદ છેલ્લા બે વર્ષથી રૃા.૨૪ કરોડ
વેપારી દ્વારા ચૂકવાતા નથી. અને વાયદાઓ પર વાયદા થઇ રહ્યા છે. અને આની સીધી અસર
ખેડુતો પર પડી રહી છે. ખેડુતોએ આ વર્ષે ડાંગર જ નાંખવાનું ઓછુ કરી દીધુ હોઇ તેમ ગત
વર્ષોમાં ચોમાસામાં ૨ લાખ ગુણ ડાંગરનો પાક ફકત પાલ કોટનમાં આવતો હતો. પરંતુ આ
વર્ષે ઘટીને ૩૦ હજાર જ ગુણ ડાંગર આવી છે. જેને કારણે પાલ કોટન મંડળીના અસ્તિત્વ
સામે જોખમ ઉભુ થયુ છે. કેટલાક ખેડુતો અન્ય મંડળીમાં ડાંગરની ગુણો નાંખી છે
, તો કેટલાકે બારોબાર
વેપારીને આપી રોકડમાં પેમેન્ટ લઇ લીધું છે.

પાલ
કોટન મંડળીના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયાની ઉઠેલી ચર્ચા વચ્ચે આ માટે જવાબદાર કોણ
? આટલી સધ્ધર મંડળીમાં
કેમ ખેડુતો દૂર થઇ રહ્યા છે
? તે પ્રશ્ન ઉઠયો છે.  સરવાળે ખેડુતોને જ નુકસાન થઇ રહ્યુ છે તેવો
બળાપો ખેડૂતો ઠાલવી રહ્યા છે.

ખેડૂતોના
હામી બની ફરનારા મંડળીને સપોર્ટ કરવાને બદલે તોડવાના પ્રયાસો કરે છેઃ મંડળી ચેરમેન

પાલ
કોટન મંડળીના ચેરમેન નરેશ પટેલે (ભેંસાણ) જણાવ્યું કે
, મંડળીનો કારભાર
સંભાળ્યો તે પહેલા મંડળીએ વેપારી પાસેથી રૃા.૨૪ કરોડ લેવાના બાકી છે. બીજી તરફ
ખેડૂતોના હામી બનીને ફરનારા મંડળીને સપોર્ટ કરવાને બદલે તોડવાના પ્રયાસો કરી રહ્યા
છે. જેથી ખેડૂતોને નુક્સાન થઇ રહ્યું છે. ખેડુતોએ પાંચ હજાર રૃપિયાનું પેમેન્ટ
લેવા માટે પણ જે તે વખતે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવુ પડતુ હતુ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!