મકાનના ત્રીજા માળે સેટી નીચે મુકાયેલા રૂા. 6 લાખની ચોરી

0
175

[ad_1]

રાજકોટ, : સાધુ વાસવાણી રોડ પર અંજલી પાર્ક શેરી નં-૩ માં રહેતા અને ઘર નજીક ગોપાલ ચોકમાં દર્શન પ્રોવિઝન સ્ટોર નામે દુકાન ધરાવતા ભરત દુર્લભજીભાઈ વસાણીના બંધ મકાનમાંથી રૂા.૬ લાખની રોકડ રકમ ચોરાયાની ફરીયાદ ગાંધીગ્રામ-ર પોલીસમાં નોંધાઈ છે. ચોરાયેલી રકમ મકાનના ત્રીજા માળે સેટી-પલંગ નીચે રાખવામાં આવી હતી. વળી ચાવીથી દરવાજો ખોલી ચોરી થઈ હોવાથી જાણભેદુની સંડોવણીની દ્રઢ શંકા સાથે પોલીસે તપાસ આગળ ધપાવી છે. 

ભરતભાઈએ પોલીસને કહ્યું કે હાલ જે મકાનમાં રહે છે તે વેચી નાખી બીજી જગ્યાએ ફલેટ લીધો હતો. તેનું મકાન ખરીદનાર પાંગાભાઈ મહેતા અને સંબંધી વિજયભાઈ ગઈ તા.૯ મીએ તેના ઘરે આવી રૂા. પ લાખ રોકડા આપ્યા હતા. જેમાંથી રૂા.૧ લાખ સંબંધી વિજયભાઈ હાથ ઉછીના તરીકે લઈ ગયા હતા. 

બીજા દિવસે પાંગાભાઈએ વધુ રૂા.ર લાખ આપ્યા હતા. જે મળી કુલ રૂા.૬ લાખ કે જે ર૦૦૦ ની નોટોના ત્રણ બંડલ સ્વરૂપે હતા તે તેણે મકાનના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં સ્થિત સેટીના ગાદલા નીચે મુકયા હતા.

ગઈ તા.૧૧ ના રોજ સાંજે તે દુકાને જતા રહ્યા હતા. રાતના પોણા નવ વાગ્યે દુકાનેથી પરત ઘરે આવી જોયુ તો મકાનનો દરવાજો ખુલ્લો હતો. તેમાં લોક મારેલુ ન હતું. પરીણામે તેણે ત્રીજા માળે આવેલા બેડરૂમમાં સ્થિત સેટી નીચે જોતા રૂા. ૬ લાખ ગાયબ હતા. આ વખતે ઘરે પત્ની દક્ષાબેન હાજર ન હોવાથી તેને કોલ કરી પુછતા તેણે કહ્યું કે સાંજે ૬ વાગ્યે દુકાનને લોક કરી તે કોઈ કામ અર્થે નિકળી ગયા હતા. 

શરૂઆતમાં પોતાની રીતે તપાસ કર્યા બાદ આખરે આજે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે મકાનના તાળા ચાવીથી જ ખોલવામાં આવ્યા છે. વળી જે સ્થળે રકમ પડી હતી સીધુ ત્યાં જઈ ચોરી કરવામાં આવી છે. જે જોતા જાણભેદુ કે જેને ભરતભાઈ પાસે મકાન વેંચાણ પેટે રૂા.૬ લાખ આવ્યાની જાણ હતી, તેણે ચોરી કર્યાની શંકા સાથે તપાસ આગળ ધપાવવામાં આવી છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here