[ad_1]
વડોદરા, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર
કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત વડોદરા શહેરમા પ્રથમવાર હવાની ગુણવત્તાની સતત દેખરેખ રાખવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર મોનીટરીંગ ક્વોલિટી સ્ટેશન સ્થાપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જેની પાછળ અંદાજે રૂપિયા પાંચ કરોડનો ખર્ચ થશે.
વડોદરા શહેરની આસપાસમાં આવેલા ઉદ્યોગો અને ઉત્તરોતર વધી રહેલા વાહનોની સંખ્યાને કારણે હવાનું પ્રદૂષણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખી પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા અંગે તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આરટીઓ અને ઉદ્યોગ વિભાગ ના અધિકારીઓની એક સંયુક્ત બેઠક મળી હતી જેમાં હવાના વધતા જતા પ્રદુષણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ હતી.
વડોદરા શહેરમાં વધતા જતા હવાના પ્રદૂષણને રોકવા માટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે મિશન મિલિયન ટ્રીનુ અભિયાન શરૂ કર્યું હતું જેમાં વડોદરા શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ કોર્પોરેશનની ખુલ્લી જમીનોમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેને કારણે વડોદરા શહેર ની ગ્રીનસીટી તરીકે ની એક આગવી ઓળખ પણ ઉભી થઇ છે.
વડોદરા શહેર ની આસપાસ આવેલા પેટ્રોકેમિકલ ઉદ્યોગો તેમજ નંદેશરી જીઆઇડીસી સ્થિત કેમિકલ ઉદ્યોગો ને કારણે વડોદરા શહેરને સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ કેટેગરી એ માં મૂકવામાં આવ્યું છે.
વડોદરા શહેરની આસપાસ માં આવેલા પેટ્રોકેમિકલ ના પ્લાન્ટ અને હેવી વોટર પ્લાન્ટને કારણે વડોદરા શહેર જ્વાળામુખી ઉપર બેઠું હોય તેવી સ્થિતિ રહેલી છે ત્યારે વડોદરા શહેરની આસપાસ માં આવેલા કેમિકલ ઉદ્યોગો ને કારણે તેમજ વડોદરા શહેરમાં વધી રહેલા વાહનોની સંખ્યાને કારણે હવાનાં પ્રદૂષણમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
કોરોના મહામારી દરમિયાન લોકડાઉનને કારણે હવાના પ્રદૂષણની માત્રામાં ખૂબ જ ઘટાડો થયો હતો. પરંતુ તે બાદ ફરી હવાનાં પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે હવાના પ્રદૂષણ પર સતત મોનિટરિંગ થાય તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન ની સ્થાપના કરવામાં આવનાર છે.
આ અંગે ડેપ્યુટી કમિશનર શૈલેષ નાયક અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી કશ્યપ ભાઈ એ જણાવ્યું હતું કે હાલમાં વડોદરા શહેરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચારથી પાંચ જગ્યાએ હવાના પ્રદૂષણની નોંધ રાખવા ના કેન્દ્ર ચાલી રહ્યા છે
તે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ કાર્યરત રાખવામાં આવે છે પરંતુ હવે નેશનલ એર પ્રોગ્રામ અંતર્ગત વડોદરામાં પ્રથમવાર 24,/7કાર્યરત રહે તે પ્રમાણે એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન ની રૂપિયા 10 કરોડના ખર્ચે સ્થાપના કરવામાં આવનાર છે આ મોનીટરીંગ સ્ટેશન કારેલીબાગ સ્થિત પાણીની ટાંકી ખાતે તૈયાર થશે જ્યારે બીજા તબક્કામાં ચારથી પાંચ સ્થળે જેમાં ઔદ્યોગિક વાણિજ્ય રહેઠાણ વિસ્તાર નો પણ સમાવેશ કરવામાં આવનાર છે.
કેન્દ્ર સરકારના નેશનલ ક્લિન એર પ્રોગ્રામ અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રદૂષણ બોર્ડ દ્વારા કેન્દ્ર સરકારની રૂપિયા 42 કરોડની સહાય મળવાની છે.
[ad_2]
Source link