વિડીયો ચેટના ક્રેઝ વચ્ચે લાલબત્તી સમાન કિસ્સો: ઇન્સ્ટાગ્રામ પર નગ્ન ચેટનો વિડીયો વાયરલ કરવાની ધમકીથી યુવાનનો આપઘાત

0
124

[ad_1]

– રૂ. 20 હજાર ચુકવ્યા છતા વિડીયો બહેનને મોકલાવવાની ધમકી આપીઃ મૃતકના ભાઇએ મોબાઇલ ચેક કરતા સમગ્ર હકીકત બહાર આવી
– શ્રેયા097 નામક ફેક આઇડી પર વિડીયોચેટ કર્યુ હતુંઃ જે એકાઉન્ટમાં ઓનલાઇન રૂપિયા ચુકવ્યા તેના એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબરના આધારે પોલીસ તપાસ

સુરત
સોશ્યિલ મિડીયાના વધતા વ્યાપ વચ્ચે લોકો માટે બોધરૂપ સમાન ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ઉગત-ભેંસાણ રોડ સ્થિત મેડીકલ કોલેજે નજીક રહેતા આશાસ્પદ યુવાને શ્રેયા097 નામના ઇન્સ્ટાગ્રામ આઇડી ધારક સાથે નગ્ન અવસ્થામાં થયેલી બિભત્સ વાતચીત વાળો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરતા કંટાળીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ફરીયાદ રાંદેર પોલીસમાં નોઁધાય છે.
ઉગત-ભેંસાણ રોડ સ્થિત મેડીકલ કોલેજની નજીક રહેતા અને ઓનલાઇન શોપીંગ કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા મીનેશ પટેલ (ઉ.વ. 27 નામ બદલ્યું છે) ગત તા. 30 ઓક્ટોબરના રોજ રહેણાંક ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અંતિમવિધી બાદ ભાઇ રોહન (નામ બદલ્યું છે) એ મીનેષનો મોબાઇલ ચેક કર્યો હતો. જેમાં મીનેશના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી શ્રેયા097 નામના આઇડી ધારક સાથે બિભત્સ ચેટ થયેલી હોવાનું અને વિડીયો કોલ થયો હોવાનું જણાયું હતું. જેથી રોહન ચોંકી ગયો હતો અને તેણે મીનેષનું વ્હોટ્સઅપ ચેક કર્યુ હતું. જેમાં મોબાઇલ નં. 8816005892 ઉપર મેસેજ પર થયેલી વાતચીત વાંચી હતી. જેમાં ઇન્સ્ટાગ્રામ પર મીનેશ સાથે થયેલી નગ્ન અવસ્થામાં થયેલી બિભત્સ વાતચીતનું રેકોર્ડીંગ મળી આવ્યું હતું. વ્હોટ્સઅપ ચેટમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરતા મીનેષે ટુક્ડે-ટુક્ડે ઓનલાઇન કુલ રૂ. 20 હજાર ચુકવ્યા હતા.

શ્રેયા097 આઇડી ધારકે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા કંટાળેલા મીનેષે વિડીયો ડિલીટ કરવા આજીજી કરી હતી. પરંતુ આઇડી ધારકે જો રૂપિયા નહીં મોકલાવે તો વિડીયો તેની બે બહેનને મોકલી આપવાની ધમકી આપી હતી. જેથી મીનેષે આપઘાત કરતા પૂર્વે પોતે ફાંસો ખાઇ રહ્યો છે તેવો ફોટો ઉપરોક્ત વ્હોટ્સઅપ નંબર ધારકને મોકલ્યો હતો. તેમ છતા પણ રૂપિયાની માંગણી કરી બ્લેકમેલ કરવાનું ચાલુ રાખતા છેવટે મીનેષે આપઘાતનું આત્યાંતિક પગલું ભરી લીધું હતું.

આપઘાત પૂર્વે ફાંસો ખાતો હોય તેવો ફોટો વ્હોટ્સઅપ કર્યો તો પણ બ્લેકમેલરે પૈસાની માંગણી કરતો રહ્યો


ઇન્સ્ટાગ્રામ પર શ્રેયા097 નામના ફેક આઇડી ધારક સાથે નગ્ન અવસ્થામાં બિભત્સ વાતચીત વાળો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા મીનેશ પટેલે આપઘાતનું આત્યાંતિક પગલું ભર્યુ હતું. જો કે આપઘાત પૂર્વે મીનેષે બ્લેકમેલ કરનારને વિડીયો ડિલીટ કરવા આજીજી કરી હતી. તેમ છતા બ્લેકમેલરે રૂપિયાની માંગણી કરવાનું ચાલુ રાખતા છેવટે મીનેષે ફાંસો ખાઇ રહ્યાનો ફોટો પણ મોકલાવ્યો હતો. પરંતુ બ્લેકમેલરે રૂપિયાની માંગણી ચાલુ રાખતા છેવટે અંતિમ પગલું ભરી લીધું હતું.

સાયબર ક્રાઇમની ટીમને બ્લેકમેલ કરનાર ટોળકીનું પગેરૂ મેળવ્યું
ઉગત-ભેંસાણ રોડ વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવાન મીનેશ પટેલને આપઘાત માટે મજબૂર કરનાર ટોળકીનું ટેક્નિકલ સર્વેલન્સના આધારે સાયબર ક્રાઇમની ટીમ પગેરૂ મેળવવામાં સફળતા મેળવી છે. હાલમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા મીનેશ ઉપરાંત અન્ય કયા-કયા લોકો પાસેથી શ્રેયા097 નામના ફેક આઇડી થકી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા છે તે ઉપરાંત કેટલા બોગસ આઇડી બનાવ્યા છે વિગેરે બાબતોની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત બ્લેકમેલ કરનાર ટોળકીમાં મહિલાની પણ સંડોવણી બહાર આવી છે. જો કે આ અંગે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here