[ad_1]
સુરત, તા. 15 નવેમ્બર 2021 સોમવાર
રામ રાખે તેણે કોણ ચાખે. આ કહેવત સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રવિવારે અર્ધી રાત્રે વરાછામાં રહેતો યુવાન કાપોદ્રા-ઉત્રાણ બ્રીજ ઉપરથી તાપી નદીમાં ભુસ્કો મારી દીધો હતો. જોકે પાણીમાં પડયા જ હાથ પગ મારવાનું શરુ કર્યો અને તેના હાથમાં બ્રિજનો પિલર આવી ગયો હતો ત્યારે ફાયરની ટીમ સ્થળે પહોંચી ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી યુવકને પાણી માંથી સહીસલામત બહાર કાઢી લેતા તેનો જીવ બચી ગયો હતો.
ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ રવિવારે મોડી રાત્રે કાપોદ્રા ઉત્રાણ બ્રિજ પરથી એક યુવકે ભુસ્કો માર્યો હોવાનો કોલ મળ્યો હતો. હતો. ત્યારે ફાયરજવાનોની ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરજવાનોએ પાણીમાં ઉતરી રિંગ બોય વડે યુવકને રેસ્ક્યુ કરી સહિલસલામત બહાર કાઢી લીધા હતા.
આ અંગે ફાયર ઓફિસર જોરાવરસિંહ વાળાએ જણાવ્યું હતું કે વરાછા રોડ પર કારગીલ ચોક પાસે રહેતા 35 વર્ષીય રોહિત છેલ્લા કેટલાક સમયથી માનસી બીમારીથી પીડાતો હોવાથી દવા પણ ચાલતી હતી ગઈકાલે રાત્રે કેવું બાઈક લઈને કાપોદ્રા – ઉત્રાણ બ્રિજ પરથી તાપી નદીમાં ભુસ્કો મારતા પાણીમાં પડી ગયો હતો. બાદ તેને પોતાનો જીવ બચાવવાના પર્યત્નો શરૂ કર્યા હતા. અને પાણીમાં જ આમતેમ હાથ પગ મારવા લાગ્યો હતો. ત્યારે બ્રિજનનો પિલર તેના હાથમાં આવી ગયો હતો.
પાણીમાં જ તેને પિલરના ગેપ પાસેથી પકડી રાખ્યો હતો.આમ તે લગભગ એક કલાક સુધી રહ્યો હતો. ત્યાર બાદ તેને પોતાના મોબાઇલમાંથી તેના મામાને કોલ કર્યો હતો. પાણીમાં પડ્યા છતાં સદનસીબે તેનો મોબાઈલ પણ ચાલુ રહ્યો હતો.
કોલ કરીને તે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યો તે બાબતે જણાવ્યુ હતું. જેથી ફાયરસ્ટેશન નજીકમાં જ હોવાથી તેના મામા તાત્કાલિક ફાયર સ્ટેશન પર દોડી આવ્યા હતા અને ઘટના અંગે જણાવતા અમે ફાયરના જવાનો સાથે સમયસર સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને યુવકને સહીસલામત રેસ્ક્યુ કરી બાહર કાઢ્યો હતો.
[ad_2]
Source link