સુભાષબ્રિજ પાસેની RTOની જૂની ઓફિસ તોડી નવી કચેરી તૈયાર કરાશે

0
189

[ad_1]

આરટીઓની કચેરી એસ.જી હાઇવે પર શિફ્ટ કરવાનું રદ કરાયું

એસ જી હાઇવે સોલા પાસે આરટીઓ શરૂ કરવામાં આવે તો હાઇવે પર ટ્રાફિકની સમસ્યા વધી શકે તેવો અહેવાલ રજૂ કરવામાં આવ્યો

અમદાવાદ : અમદાવાદ ગ્રામ્યમાં બાવળા આરટીઓ, અમદાવાદ પૂર્વ માટે વસ્ત્રાલ ખાતે આરટીઓની કચેરી આવેલી છે. તો મુખ્ય કચેરી હાલ જુની આરટીઓ પાસે આવેલા ખાનગી બિલ્ડીંગમાં છેલ્લાં બે વર્ષથી ચાલી રહી છે. આરટીઓની કામગીરી ભાડાની ખાનગી જગ્યા પર શિફ્ટ કરવામાં આવી તે સમયે જાહેરાત કરવામાં આવી હતી કે એસ.જી હાઇવે પર સોલામાં આરટીઓ કચેરી શરૂ કરવામાં આવશે. 

નવી બિલ્ડીંગ તૈયાર થઇ ગયા બાદ ભાડાની જગ્યા પરથી નવી જગ્યાએ જવામાં આવશે. પરંતુ, હવે, એસજી હાઇવે પર ઓફિસને લઇ જવાનો નિર્ણય રદ કરીને સુભાષબ્રિજની જુની જગ્યાએ જ કચેરી તૈયાર કરવાનું નક્કી કરાયું છે.આમ, હવે જ્યાં સુધી નવી કચેરી કાર્યરત નહી થાય ત્યાં સુધી આરટીઓની કચેરી ખાનગી મકાનમાં જ રહેશે. અમદાવાદ શહેર  સમગ્ર દેશમાં  ટ્રાફિકથી અતિ વ્યસ્ત રહેતા શહેરમાં આવી ગયું છે. 

ત્યારે દિન પ્રતિદિન વાહનોની સંખ્યા સતત વધી રહી છે. જેના કારણે અમદાવાદમાં એક જ  કચેરી પર સતત ભારણ વધતા  અમદાવાદ પૂર્વ માટે વસ્ત્રાલ  ખાતે આરટીઓની ે કચેરી કાર્યરત કરવામાં આવી હતી  તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર માટે બાવળા પાસે આરટીઓ શરૂ  કરવામાં આવી હતી.

આ ઉપરાંત, બે વર્ષ પહેલા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે  અમદાવાદની મુખ્ય આરટીઓ કચેરીને એસ.જી હાઇવે સોલા નજીક લઇ જવા આવશે.જેમાં નક્કી કરાયું હતુ કે નવી કચેરીમાં  કાર્યરત ન થાય ત્યાં સુધી આરટીઓનાતમામ વિભાગ  એક ખાનગી બિલ્ડીંગમા ંજ કાર્યરત રહેશે. 

જો કે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરટીઓની નવી કચેરીને સોલા લઇ જવાનો નિર્ણય રદ કરાયો છે અને આરટીઓ તેની  સુભાષબ્રિજની જુની કચેરીના સ્થળે જ કાર્યરત રહેશે. પરંતુ, હાલ જુની બિલ્ડીંગ તોડયા બાદ નવી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે.  ત્યાં સુધી આરટીઓની કામગીરી ખાનગી મકાનમાં કરવામાં આવશે.

આરટીઓના સુત્રોએ જણાવ્યું હતું કે એસ.જી હાઇવે પર સોલા પાસે આરટીઓ માટે  પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને બિલ્ડીંગની આધુનિક ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ, આરટીઓમાં મોટા પ્રમાણમાં હળવા તેમજ ભારે વાહનોની અવરજવર વધવાને  કારણે એસ.જી હાઇવે પર ટ્રાફિકની સમસ્યા વધી શકે છે, તેવુ કારણ આપીને સમગ્ર પ્રોજેક્ટને પડતો મુકાયો  છે. તો  નવી બિલ્ડીંગ  તૈયાર કરવામાં  બે થી ત્રણ વર્ષનો સમય જવાની શક્યતા  છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here