જમીન અને મિલક્તના મુદ્દે ભાઈની પત્ની,ભત્રીજી અને બહેન પર હુમલો

0
254

[ad_1]

મોડાસા,તા.13

ભિલોડા તાલુકાના બાવળીયા ગામે સગાભાઈના પરીવારજનોએ જ અન્ય
ભાઈના ઘર ઉપર તિક્ષ્ણ હથીયાર
,લાકડી સહિત હુમલો કરી એક મહિલાને ચપ્પુ મારી
ઘાયલ કરતાં અને અન્ય એક મહિલા અને બાળકીને લાકડી વડે માર મરાતાં જ ચકચાર મચી હતી.

આ હુમલામાં એક ભાઈ બીજાભાઈના પત્નિને તમારી અહી કોઈ જમીન કે
માલ મિલક્ત નથી નીકળી જાવ તેમ કહી કરાયેલ હુમલામાં ત્રણ જણા ઘવાયા હતા.ઘવાયેલાઓને
ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જયારે ફરીયાદ બાદ ભિલોડા
પોલીસે બે મહિલા સહિત છ જણા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તાલુકાના બાવળીયા ગામના કનુભાઈ સળુભાઈ ગામેતી અમદાવાદ ખાતે
પ્રાઈવેટ કંપીનમાં નોકરી કરતાં હોઈ ઘરે દિવાળી પર્વની  ઉજણવી બાદ નોકરી ઉપર હાજર થયા હતા.પત્નિ આશાબેન
અને દિકરી દક્ષિતા વતન બાવળીયા ગામે જ રોકાઈ ગયા હતા. ત્યારે ગત શુક્રવારના રોજ
એકાએક બાજુમાં જ રહેતા કનુભાઈના સગાભાઈ દેવજીભાઈ સળુભાઈ તેમના પત્નિ આશાબેન અને બે
દિકરા સહિત દિકરી અને જમાઈ મળી છ જણા એકસંપ થઈ હાથમાં તિક્ષ્ણ હથીયાર ચપ્પુ
,લાકડીઓ
લઈ કનુભાઈના ઘરે હુમલો કર્યો હતો.ઉશ્કરાઈને આવેલ આ ટોળા પૈકીના દેવજીભાઈએ તમારી
અહી કોઈ જમીન કે માલ મિલક્ત નથી
,નીકળી જાઓ તેમ કહી હાથમાંનું
ચપ્પુ કનુભાઈના પત્નિ આશાબેનના હાથમાં મારી દીધું હતું.

જયારે આ હુમલાખોરો પૈકીના અન્ય ઈસમોએ બબુબેનની પીઠ ઉપર
લોખંડનો સળીયો ફટકારી દીધો હતો.જયારે દિકરી દક્ષિતાને પણ મુકેશભાઈ નામના શખ્સે
લાકડી મારી આ ટોળાએ ફરીયાદી કનુભાઈના પત્નિ
,બેન અને દિકરીને ગળદાપાટુનો માર માર્યો
હતો.આ હુમલામાં ઘવાયેલ ત્રણે જણાને ઈમરજન્સી સેવા ૧૦૮ દ્વારા ભિલોડા ખાતેની કોટેજ
હોસ્પીટલમાં ખસેડી સારવાર અપાઈ હતી. આ હુમલા અંગે જાણ થતાં અમદાવાદથી ભિલોડા આવી
પહોંચેલા કનુભાઈ સળુભાઈ ગામેતી રહે.બાવળીયા (હાલ રહે.થલતેજ
, અમદાવાદ)નાઓએ
ભિલોડા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. ભિલોડા પોલીસે આ પ્રકરણે આરોપી દેવજીભાઈ
સળુભાઈ ગામેતી
, આશાબેન દેવજીભાઈ ગામેતી, જીતેન્દ્રભાઈ દેવજીભાઈ ગામેતી, મુકેશભાઈ દેવજીભાઈ
ગામેતી તમામ રહે.બાવળીયા
, તા.ભિલોડા અને દેવજીભાઈના જમાઈ તથા
તેમની દિકરી ચંદ્રીકાબેન રહે.ચમથન
, તા.વિજયનગર નાઓ વિરૂધ્ધ
ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here