જેઠના નિકાહ નહીં થાય ત્યાં સુધી પ્રેગનેન્ટ થવાનું નથી: પરિણીતાને પેટમાં દુઃખાવો થતા ગર્ભપાતની દવા પીવડાવનાર સાસુ-જેઠાણીની ધરપકડ

0
405

[ad_1]

– સાસુનું દબાણ છતા વહુ પ્રેગનન્ટ થઇઃ પેટમાં દુઃખાવાની દવાના બહાને ગર્ભપાતની દવા પીવડાવી હતી

સુરત
શહેરના સૈયદપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને જયાં સુધી જેઠના નિકાહ નહીં થાય ત્યાં સુધી પ્રેગનેન્ટ નહીં થવા સાસુનું દબાણ હોવા છતા તે પ્રેગનન્ટ થતા પેટમાં દુઃખાવાની દવાના બહાને ગર્ભપાતની દવા પીવડાવી દેનાર સાસુ અને જેઠાણીની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે.

સૈયદપુરા ખજુરાવાડી વિસ્તારમાં એક મહિનાથી ભાડાના રૂમમાં રહેતી કરીના (ઉ.વ. 21 નામ બદલ્યું છે) ના લગ્ન ગત 23 એપ્રિલે થયા હતા. કરીનાના નિકાહ થયા ત્યારે તેના જેઠ સુલતાનના નિકાહ થયા ન હતા. કરીનાના લગ્ન થયા ત્યારે સાસુ ઝીન્નત અંસારીએ કહ્યું હતું કે જયાં સુધી જેઠ સુલતાનના નિકાહ નહીં થાય અને બાળકો નહીં થાય ત્યાં સુધી તારે પતિ સાથે રહેવાનું નથી કે લગ્ન જીવન માણવાનું નથી.

દરમિયાનમાં જેઠ સુલતાનના નિકાહ ગત ઓક્ટોબર મહિનામાં રૂબીના સાથે થયા હતા. લગ્ન વખતે સંયુક્ત પરિવારમાં રહેતી કરીના પતિ સાથે અલગ રહેવા ગઇ હતી. આ દરમિયાનમાં કરીનાને પેટમાં દુઃખાવો થતા તેનું ચેકઅપ કરાવ્યું હતું જેમાં પ્રેગનન્સી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાસ અને જેઠ-જેઠાણીએ કરીનાને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. વીસેક દિવસ અગાઉ કરીનાને પેટમાં દુઃખાવો થતા સાસુ અને જેઠાણીએ દુઃખાવાની દવા છે એમ કહી ગર્ભપાતની દવા આપી હતી. દવા પીધા બાદ કરીનાને બ્લીડીંગ ચાલુ થયું હતું અને ગર્ભપાત થઇ ગયો હતો. જેને પગલે કરીનાએ ગત રોજ ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે પેટમાં દુઃખાવાની દવાના બહાને ગર્ભપાતની દવા પીવડાવી દેનાર સાસુ ઝીન્નત મોહમંદ અનીશ ઝમીલ અંસારી (ઉ.વ. 44) અને જેઠાણી રૂબીનાબાનુ સુલતાન અંસારી (ઉ.વ. 26 બંને રહે. 12/764, વકીલ સ્ટ્રીટ, પારેખ પાર્કની બાજુમાં, શાહપોર) ની ધરપકડ કરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here