[ad_1]
વડોદરા, તા. 10 નવેમ્બર 2021 બુધવાર
લગ્નના બે મહિના બાદ પિયરમાંથી એકટીવા લાવવા માટે દબાણ કરનાર સાસુના માનસિક ત્રાસથી કંટાળી ચાર માસનો ગર્ભ ધરાવતી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ વડોદરા તાલુકા પોલીસ મથકે નોંધાયો છે.
વડોદરા શહેરના છેવાડાના શેરખી ગામે રહેતી 19 વર્ષીય કાજલ ગોહિલ ના લગ્ન છ મહિના અગાઉ મોહનસિંહ ગોહિલ સાથે થયા હતા. લગ્નના બે મહિના બાદ પિયરમાંથી એકટીવા લાવવા માટે સાસુ મંજુલાબેન ટોણા મારતી હતી. એકટીવા માટે સાસુના સતત ટોર્ચરથી કંટાળી કાજલે ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસર સ્થળ પર દોડી આવેલા યુવતીના માતા-પિતાએ તેને હોસ્પિટલ ખસેડી હતી.
યુવતીના પેટમાં ચાર માસનો ગર્ભ હોવાનું પણ જાણવા મળ્યું છે. તેવી ફરિયાદના આધારે તાલુકા પોલીસે સાસુ વિરુદ્ધ સ્ત્રી અત્યાચાર તથા દહેજ પ્રથા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link