[ad_1]
– પોલીસને નીચેના રૂમ, પગથિયા અને પહેલા માળે હોલમાંથી લોહીના ડાઘા મળી આવતા આકરી પૂછપરછમાં પતિની કરતૂતનો પર્દાફાશ થયો
સુરત
અડાજણની માધવપાર્ક સોસાયટીમાં રોજબરોજના ઘરકંકાશથી કંટાળી કચરા-પોતા કરી રહેલી પત્નીને પાછળથી ગળે ટુંપો આપી હત્યા કર્યા બાદ પતિએ આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાના પ્રયાસનો પર્દાફાશ કરી પતિની ધરપકડ કરી છે.
અડાજણ એલ.પી. સવાણી રોડ સ્થિત ડીજીવીસીએલ ઓફિસ નજીક માધવપાર્ક સોસાયટીમાં ઘર નં. 30માં રહેતી ગૃહિણી રાજશ્રીબેન રજનીકાંત ચૌહાણ (ઉ.વ. 46) શનિવારે સવારના અરસામાં રહેણાંક મકાનના પહેલા માળે કચરા-પોતા કરી રહી હતી. તે દરમિયાન પતિ રજનીકાંત છીતુભાઇ ચૌહાણે પાછળથી ઘસી આવી દોરી વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી. ઘરમાં 17 વર્ષનો પુત્ર અને 89 વર્ષના પિતા સૂતેલા હતા પરંતુ તેમને ગંધ સુધ્ધા આવી ન હતી. હત્યા કર્યા બાદ મૃતદેહને ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે લઇ આવી સગાસંબંધીઓને જાણ કરી હતી કે રાજેશ્રીએ આપઘાત કરી લીધો છે. જેથી સંબંધીઓ દોડી આવ્યા હતા અને અડાજણ પોલીસ પણ ઘસી ગઇ હતી. જો કે પોલીસને પ્રાથમિક તબક્કે શંકા ગઇ હતી અને ઘરમાં સર્ચ કરતા નીચેના રૂમ ઉપરાંત પગથિયા તથા પહેલા માળે હોલમાં પણ લોહીના ડાઘા હતા. જેથી રજનીકાંતની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે પત્ની સાથેના રોજબરોજના કંકાશથી કંટાળી કોટનની દોરી વડે ટુંપો આપી હત્યા કર્યા બાદ આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સચિન જીઆઇડીસીની મિલમાં કાપડ ડિઝાઇનર તરીકે કામ કરતા રજનીકાંત અને રાજેશ્રી વચ્ચે રોજ ઝઘડો થતો હતો. પુત્ર જન્મ વખતે મોટી બહેન નયનાએ સોનાની ચેઇન આપી હતી.
જેથી નયનાની પુત્રીને ત્યાં પુત્રીનો જન્મ થતા રજનીકાંતે સામાજીક રીતે સોનાની ચેઇન આપવાનું કહેતા પાંચેક દિવસ અગાઉ રાજેશ્રીએ ઝઘડો કર્યો હતો. દસેક દિવસ અગાઉ ઘરે આવનાર ભાઇન 100 રૂપિયા આપ્યા ત્યારે અને નવા વર્ષના દિવસે પિતાને વંદન કરી આર્શીવાદ લેવા કહ્યું ત્યારે પણ ઝઘડો કર્યો હતો. જેથી કંટાળીને રજનીકાંતે પત્નીનું કાસળ કાઢી નાંખ્યું હતું.
[ad_2]
Source link