વડોદરા: મંદિરમાં રોશની કરવા લગાવેલી સિરિઝોની ચોરી કરનાર બાળકિશોરો ઝડપાયા

0
171

[ad_1]

વડોદરા,તા.8 નવેમ્બર 2021,સોમવાર  

ડેસર તાલુકાના સાંઢાસાલ ગામે આવેલ જોગણી માતાના મંદિર ઉપર દિવાળી નિમિત્તે રોશની કરવા માટે ખુલ્લામાં લગાવેલી સિરિઝો ચોરી કરતા ગામમાં રહેતા 4 કિશોરો રંગેહાથ ઝડપાઈ ગયા હતા જ્યારે કિશોરોની પૂછપરછ કરતા તેમણે અગાઉ કુંભારી માતાના મંદિરની બહાર દિવાળી નિમિત્તે લગાવેલી સિરિંઝો પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ બનાવ અંગે મંદિરના પૂજારી ધર્મેન્દ્ર ભગવત પ્રસાદ પુરોહિતે ચાર કિશોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

કારનો કાચ તોડી દાગીના અને રોકડની ઉઠાંતરી. વડોદરા તા.8 વાઘોડિયા ખંધા રોડ પર શંકર પેકેજીંગ કંપની પાસે કાર પાર્ક કરીને નજીકના શોપમાં ખરીદી કરવા માટે નિરંજન ભાઈલાલભાઈ પટેલ ગયા હતા તેઓ ખરીદી કરી પરત ફર્યા ત્યારે કારની ગાડીનો કાચ તૂટેલો જણાયો હતો અને કારમાં મૂકેલ સોનાચાંદીના દાગીના તેમજ રોકડ મળી 1.96 લાખની મતા ચોરી થઇ હોવાનું જણાયુ હતું આ અંગે નિરંજન પટેલે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here