[ad_1]
વડોદરા, તા. 06 નવેમ્બર 2021 શનિવાર
વડોદરામાં આગનો અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. એક વૃદ્ધાનો બીડી પીવાનો શોખ જ તેમને મોતના મુખમા લઈ ગયો છે. વૃદ્ધાને બીડી પીવાનો શોખ હોવાથી એ બીડીથી આગ લાગી હતી, અને એ જ આગમાં મહિલા ભડથુ થઈ ગઈ છે. જોઈને અરેરાટી થઈ જાય તેવા દ્રષ્યો ઘટના સ્થળે જોવા મળ્યા છે.
વડોદરાના મકરપુરા GIDC ની કંપનીમાં આગના મેસેજથી ફાયરબ્રિગેડનું તંત્ર દોડતું થયું હતું. શ્રી સાઈનાથ ઇલેક્ટ્રિક કંપનીમાં આગનો કોલ મળ્યો હતો. આ આગમાં 70 વર્ષીય વૃદ્ધ મહિલા સંતુબેન બળીને ભડથુ થઈ ગયા હતા. ફાયર અને પોલીસની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં તપાસ બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક મહિલાનું નામ સંતુબેન છે. જેઓ મજૂરીકામ કરતા હતા અને છેલ્લા બે વર્ષથી તેઓ કંપનીમાં રહેતા હતા. કંપની માલિકે તેઓ વૃદ્ધ હોવાથી તેમને કંપનીમા રહેવાનો આશરો આપ્યો હતો. જોકે, સંતુબેન બીડીના વ્યસની હતા. ત્યારે બીડીના કારણે જ આગ લાગી હતી અને સંતુબેન આગમાં ભડથું થયા હતા. જોકે, આગના બનાવમાં કંપનીમાં કોઈ નુકશાન થયુ નથી. પરંતુ આગ એટલી ભયાનક હતી કે, મહિલાના આંતરડા પણ બહાર આવી ગયા હતા.
[ad_2]
Source link