GTU સ્થાપનાના ૧૩ વર્ષે નેક ગ્રેડિંગ માટે હવે અરજી કરશે

0
324

[ad_1]

અમદાવાદ,

જીટીયુની
સ્થાપનાને ૧૩ વર્ષ પુરા થઈ ગયા છે ત્યારે હવે ૧૩ વર્ષ બાદ ડિસેમ્બર પછી
જાન્યુઆરીમાં જીટીયુ નેક માટે પ્રથમવાર અરજી કરશે.જો કે જીટીયુની પીજી સ્કૂલોને
પાંચ વર્ષ પુરા ન થયા હોવાથી હાલ એ ગ્રેડ નહી મળી શકે.

દેશની
કેન્દ્ર સરકાર હેઠળની સૌથી મોટી બે ગ્રેડિંગ-રેટિંગ એજન્સી એવી નેશનલ એસેસમેન્ટ
એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ તેમજ નેશનલ એક્રેડિટેશન બોર્ડને રેક  શૈક્ષણિક સંસ્થાએ અરજી કરી ગ્રેડિંગ-માન્યતા
મેળવવાના હોય છે. ર પાંચ વર્ષે યુનિ.ઓએ નેકમાં અરજી કરવાની હોય છે. યુનિ.ઓએ નેકમાં
અરજી કરવી ફરજીયાત હોય છે પરંતુ અરજી માટે કેટલાક નિયમો છે અને જેમાં યુનિવર્સિટી
પાસે યુજીસીનું ૧૨બી સર્ટિફિકેટ
,પુરતો સ્ટાફ, જરૃરી સુવિધાઓ, હોવા જરૃરી હોય છે આ ઉપરાંત રેક
યુનિ.પાસે પીજી ભવનો-સ્કૂલો હોવા પણ જરૃરી છે.જીટીયુએ થોડા વર્ષ પહેલા ચાર
બ્રાંચોમાં પીજી ભવનો શરૃ કરી ીધા છે ત્યાર હવે જીટીયુ સ્થાપનાને ૧૩ વર્ષે
પ્રથમવાર  નેક માટે અરજી કરશે.

ડિસેમ્બર બાદ
જીટીયુ દ્વારા નેક માટે અરજી કરવામા આવશે.જો કે જીટીયુના પીજી ભવનોને પાંચ વર્ષ
પુરા થયા ન હોવાથી હાલ એ ગ્રેડ તો નહી મળી શકે. બીજી બાજુ રાજ્યની સૌથી મોટી અને
જુની સરકારી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિ.દ્વારા પણ હવે થોડા સમયમાં નેકની નવી
સાયકલ માટે અરજી કરાશે.હાલ ગુજરાત યુનિ.પાસે એગ્રેડ નથી પરંતુ યુનિ.એ નેશનલ
રેન્કિંગમાં સતત બે વાર ટોપ ૫૦માં સ્થાન મેળવતા હવે એ ગ્રેડ મળશે. ગુજરાત યુનિ.ને
આમ તો ૨૦૨૦માં નેકની સાયકલ પુરી થઈ ગઈ હતી પરંતુ કોરોનાને લીધે નેક માટે અરજી
કરવાની અને ઈન્સપેકશનની પ્રક્રિયા દેશભરમાં બંધ હતી.

        

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here