કોરોનાની કડવી યાદો સાથે સંવત 2077ની વિદાય, 2078 ને વેલકમ

0
473

[ad_1]

બાયડ,તા. 4

આખરે વિક્રમ સંવત ૨૦૭૭ ના વર્ષની વિદાય થઈ છે અને આવતીકાલે જયારે
સુર્યનું પ્રથમ કિરણ પૃથ્વી ઉપર પોતાનો ઉજાસ ફેલાવશે ત્યારે વિક્રમ સંવત ૨૦૭૮ના વર્ષમાં
લોકોએ કોરોના જેવી મહામારી પણ જોઈ હતી અનેએ કડવી યાદો ભુલી શકાય તેમ નથી. નવું શરૃ
થતું વર્ષ ૨૦૭૮ લોકોના માટે સુખદાયી અને ફળદાયી તેમજ યશસ્વી ફળ આપનારૃં બની રહે તેવી
લોકોએ એકબીજાને શુભેચ્છાઓની આપ-લે પણ કરી હતી. નવા વર્ષમાં મોંઘવારીમાં પિસાતી પ્રજાને
રાહત મળે તેવી આશા પણ લોકો રાખી રહ્યા છે ત્યારે નવું વર્ષ સાચા અર્થમાં સૌના માટે
લાભદાયી નીવડે તેવા ઉમંગ સાથે લોકોએ નવા વર્ષ ને વધાવ્યું હતું.

દિવસ,
મહિના અને વર્ષ એટલે કે ૩૬૫ દિવસો આખરે વીતિ ગયા અને આવતીકાલ થી એક નવી સવાર ઉઠશે
અને તે સાથે કે જયારે સુર્યનું પ્રથમ કિરણ પૃથ્વી ઉપર પથરાશે અને વિક્રમ સંવત ૨૦૭૮
ની શરૃઆત થઈ જશે.  કોરોના મહામારી આજે પણ લોકો
ભુલવા જાય છતાં ભુલી શકતા નથી. ૨૦૭૭ નું વર્ષ લોકો કોરોનાના કારણે યાદ રાખશે અને જે
પરીવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેનું દુ-ખ આજીવન રહેશે. અરવલ્લીમાં વિતેલા વર્ષમાં
લોકોએ અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કર્યો છેે. જુન મહિનામાં સામાન્ય વરસાદ થયા
બાદ મેઘરાજાએ હાથતાળી આપી હતી અને દુષ્કાળના ડાકલા વાગતા હતા ત્યાં સપ્ટેમ્બરમાં મેઘરાજાએ
મહેર કરતાં ખેડુતોને હાશકારો થયો હતો. બંને જિલ્લામાં કપાસ અને મગફળીનું મબલખ ઉત્પાદન
થવાની સાથે ભાવ પણ સારા મળતા ખેડુતોમાં ખુશી છવાઈ હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here