કોરોનાકાળની પીડામાંથી બહાર આવેલા લોકોએ ફટાકડાની ધુમ ખરીદી કરી

0
363

[ad_1]

ભુજ, ગુરૃવાર 

છેલ્લા બે વર્ષાથી કોરોનાકાળમાં લોકોને ભારે વેઠવું પડયું છે. નિયમોમાં છુટછાટ મળતા આ વખતે લોકો ધામધુમાથી દિવાળી મનાવવા થનગની રહ્યા છે. જેના કારણે ફટાકડાની ખરીદીમાં ભારે વાધારો થયો છે જેનાથી ફટાકડા વેંચતા વેપારીઓને તડાકો પડી ગયો છે. ખરીદીમાં ઉજાળો આવતા  વેપારમાં ૫ થી ૧૦ ટકાનો વાધારો નોંધાયો છે. 

આ અંગે ફટાકડાના વેપારીઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે એક તરફ શીવાકાશીમાં માલ પહેલાથી જ ઓછો બન્યો હતો. જેના કારણે ખાસ કરીને નાની આઈટમોની પહેલાથી જ અછત વર્તાતી હતી. બીજીતરફ કોરોનાકાળમાંથી બહાર આવેલા લોકોએ આ વખતે મનમુકીને ફટાકડાની ખરીદી કરી છે. બે વર્ષાથી ઘરમાં પુરાયેલા બાળકોને રાજી કરવા વાલીઓ પણ બાળકોની ઈચ્છા મુજબ વસ્તુઓ ખરીદી દિાધી છે. બીજીતરફ ફટાકડાના શોખીન યુવાઓએ મોટા ફટાકડાની ધુમ ખરીદી કરી છે. જેના કારણે દિવાળીના મોટાભાગની ફટાકડાની દુકાનો ખાલી થવા પર આવી ગઈ છે. આ વખતની દિવાળી લોકો માટે ખરેખર દિવાળી બનીને આવી હોય તેમ વેપારીઓને ભારે ફાયદો થયો છે. ભુતકાળની દિવાળી કરતા આ વખતે ધંધાર્થીઓના વેપારમાં ૫ થી ૧૦ ટકાનો વાધારો થયો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, પરિસિૃથતિ એવી સર્જાઈ છે કે, લોકોને નાની આઈટમો જોઈએ છે પરંતુ હવે તે માલ નાથી પરીણામે વેંચાણમાં  બાધા ઉભી થઈ છે. ખાસ કરીને નાના બાળકોની આઈટમોની તંગી વર્તાઈ રહી છે. 

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here