[ad_1]
રાજકોટ,ગુરુવાર
છેલ્લા બે વર્ષાથી કોરોનાના કારણે દિવાળીની ઉજવણીનો ઉત્સાહ ઓસર્યો હતો જો કે, છેલ્લા ચારેક માસાથી કોરોનાના કેસોમાં ઘટાડો થવાથી આ વર્ષે સરકારે છુટછાટ આપી હતી. જેાથી આ વર્ષે લોકોએ દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. કોરોનાની ત્રીજી લહેરનો ભય, મોંઘવારી સહિતની ચિંતાને બાજુએ મુકીને કચ્છવાસીઓએ બમણા ઉત્સાહાથી દિપાવલીની ધામધુમાથી અને ધુમ ધડાકા સાથે ઉજવણી કરી હતી. મોડી સાંજે લોકોએ સપરિવાર તેમજ મિત્ર વર્તુળ સાથે ફટાકડા ફોડયા હતા. બજારમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે એવી ભીડ જોવા મળી હતી.
આજે દિવાળી નિમિતે ભુજ સહિત કચ્છભરમાં ચોપડાપૂજન, લક્ષ્મી પૂજનની દિવ્ય પરંપરા જાળવી રાખવામાં આવી હતી. વિ.સં. ૨૦૭૭ના અંતિમ દિવસને ભાવભરી ભવ્ય વિદાય આપવા સાથે આવતીકાલ સૂર્યોદય સાથે શરુ થતા વિક્રમ સંવંત ૨૦૭૮નું સ્વાગત કરવા પૂરી તૈયારી કરાઈ હતી. દર વર્ષની માફક પહેલા સપરિવાર ચોપડાપૂજન કરવામાં આવ્યા હતા. સાંજના ભાગે લોકોએ આતશબાજીનો આનંદ માણ્યો હતો.
ભુજની બજારમાં પૂષ્પ, હાર નારિયેળ, કંકુ-ચોખા, ફળો, સુકોમેવો વગેરે પૂજાપાની વસ્તુઓ તાથા ફટાકડા, કપડાં, શૂઝ, ખાણીપીણીની ધૂમ ખરીદી જોવા મળી હતી. રાત્રિના મોડે સુાધી પૂજન ચાલતા રહ્યા હતા. કચ્છભરના શહેરી તેમજ ગ્રામિણ વિસ્તારામા ં મહિલાઓએ દરેક ઘરના આંગણાઓને રંગોળીથી, દિવડાઓ અને ગેલેરીને વિવિાધ રંગની રોશનીથી સજાવી હતી. આવતીકાલે બેસતુ વર્ષ હોઈ આજે છેલ્લી ઘડીની ખરીદી હોવાથી બજારમાં મોડી રાત્રિ સુાધી દુકાનો ચાલુ રહી હતી. છેલ્લા બે વર્ષાથી કોરોનાના કારણે ધંધા મંદ રહ્યા હતા. જયારે આ વર્ષે ખરીદીના પગલે વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આવતીકાલે ઘરે ઘરે આસોપાલવના તોરણ બંધાશે અને નવા વર્ષનો સત્કાર કરાશે. વડીલોને પગે લાગવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. જો કે, સોશ્યિલ મિડીયાનો ચલણ વધુ હોવાથી લોકો હવે ઘરે જવાને બદલે વોટસએપ થકી નૂતન વર્ષાભિનંદનના મેસેજ પાઠવે છે.
બેસતા વર્ષ બાદ સળંગ રજાઓનો માહોલ હોવાથી લોકોએ સ્નેહીઓના ઘરે તેમજ હરવા ફરવાના જવાના સૃથળોએ આયોજન ઘડી કાઢ્યા છે.
[ad_2]
Source link