ખેડા જિલ્લાના 40 યુવક-યુવતીઓને આપાતકાલિન સમય માટે તૈયાર કરાયા

0
290

[ad_1]


– જિલ્લામાં સાહસિક પ્રવૃતિઓની તાલીમ શિબિર યોજાઇ

– વાઇલ્ડ લાઇફ એસ્કયુ અને બેઝિક રેસ્ક્યુ તાલીમ, ફાયર સેફટી અને મોકડ્રિલ, પેરા-કમાન્ડો ટ્રેનિંગ અપાઈ

નડિયાદ : ખેડાજિલ્લામાં  સાહસિક પ્રવૃતિઓની તાલીમ શિબિરનુઆયોજન તાજેતરમાં કરવામાં આવ્યુ હતુ. આ તાલીમ શિબિર પાંચ દિવસ માટે અંબુભાઇપુરાણી રમત સંકુલ નડિયાદ ખાતે ગત તા.૨૭-૧૦- ૨૦૨૧ થી તા.૩૧-૧૦-૨૦૨૧ સુધી કરવામાં  આવ્યુ હતુ.

જેમાં ખેડા જિલ્લાના ૪૦ યુવક-યુવતીઓ પસંદ કરી તેમનામાં  સાહસિકતાના ગુણ વિકસે અને  આકસ્મિક આવી પડેલ પુર,આગ,ભૂકંપ જેવી હોનારતમાં આપાતકાલિન સમયમાં જિલ્લાના યુવાનોની જે તે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ મળી રહે તે આશયથી સાહસિક પ્રવૃતિઓની તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત વાઇલ્ડ લાઇફ એસ્કયુ અને બેઝિક રેસ્ક્યુ તાલીમ, ફાયર સેફટી અને મોકડ્રિલ, પેરા-કમાન્ડો ટ્રેનિંગ યોગ સેશન,૧ દિવસનુટ્રેકીંગ અને ટ્રેકિંગમાર્ગદર્શન સાથે નિર્દશન જેવીજુદી જુદી પ્રવતિઓ કરવામાં આવી હતી અને છેલ્લા દિવસે તા. ૩૧-૧૦-૨૦૨૧ નારોજ સાયકલ રેલી  દ્વારાસરદાર વલ્લભભાઇ પટેલનાજન્મ સ્થળની મૂલાકાત લઇરાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી અને  સફળતા પૂર્વંક ભાગ લીધેલ ૪૦ તાલીમાર્થીઓને ખેડા જિલ્લા યુવા વિકાસ અધિકારી, પ્રાંત યુવા અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાંઆવ્યા હોવાનુ યાદીમાં જણાવ્યુ છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here