[ad_1]
અમદાવાદ,ગુરુવાર,4 નવેમ્બર,2021
અમદાવાદ પૂર્વમાં આવેલા નારોલ વિસ્તારમાં બુધવારે રાતના
સુમારે સ્ક્રીન પ્રિન્ટીંગના ગોડાઉનમાં અગમ્યકારણોસર આગ લાગતા ગોડાઉનમાં રહેલો
જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા ધુમાડો દુર-દુર
સુધી જોવા મળ્યો હતો.ફાયર વિભાગે મહામહેનતે આગને કાબૂમાં લીધી હતી.
આ અંગે અમદાવાદ ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,બુધવારે મોડી
રાતે ૧૦.૩૦ ના સુમારે નારોલ વિસ્તારમાં આવેલા
કાપડ ઉપર સ્ક્રીન પ્રિન્ટીંગ કામ કરવામાં આવતા એવા અંબિકા સ્ક્રીન
પ્રિન્ટીંગનામના ગોડાઉનમાં આગ લાગી હોવાનો
કોલ મળતા જ ફાયર વિભાગ તરફથી ફાયર ફાઈટર,વોટર
ટેન્કર સહિતના અન્ય વાહનો ઘટના સ્થળે આગ બુઝાવવા માટે પહોંચતા કરવામાં આવ્યા હતા.
આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા ગોડાઉનમાં રાખવામાં આવેલા
સ્ક્રીન પ્રિન્ટીંગ મટીરીયલ સહિત તમામ જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.આગને
કાબૂમાં લેવા ફાયર વિભાગને ખુબ મહેનત કરવી પડી હતી.સદનસીબે આગને કારણે કોઈને ઈજા
કે જાનહાની થવા પામી નહોતી.આગ લાગવા પાછળનું ચોકકસ કારણ જાણવા મળી શકયુ
નથી.ગોડાઉનમાં કોઈ પ્રકારના ફાયર સેફટીના સાધનો કે ફાયર એન.ઓ.સી.ના હોવાનું ફાયર
સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
[ad_2]
Source link