[ad_1]
અમદાવાદ,બુધવાર,3 નવેમ્બર,2021
કોરોના મહામારીની બીજી લહેર સમયે કોરોનાના દર્દીઓને સારવાર
માટે દાખલ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.દરમ્યાન હાઈકોર્ટ દ્વારા
કરવામાં આવેલી ટકોર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જુની વી.એસ.હોસ્પિટલ અને શારદાબેન
હોસ્પિટલના નવા બિલ્ડીંગ બનાવવા નિર્ણય કર્યો છે.આ માટે ટેન્ડર પ્રક્રીયા પણ શરુ
કરવામાં આવી છે.
સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં શારદાબેન હોસ્પિટલના નવા બિલ્ડીંગને
અશોક મિલ કમ્પાઉન્ડ સરસપુર ખાતે મળેલા પ્લોટમાં બાંધવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા
અંગે મંજુરી આપવામાં આવી હતી.ચેરમેન હિતેશ બારોટના કહેવા પ્રમાણે,વી.એસ.હોસ્પિટલમાં
૫૦ સુપર સ્પેશિયલ તબીબો સાથે ઓ.પી.ડી.સારવાર શરૃ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.ઓકિસજન
પ્લાન્ટ પણ સોમવારથી કાર્યરત કરવામાં આવ્યો છે.વી.એસ.હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલના
નવા બિલ્ડીંગ બાંધવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા ઉપરાંત ટેન્ડર પ્રક્રીયાને કમિટી
દ્વારા મંજુરી આપવામાં આવી છે.જુની વી.એસ.હોસ્પિટલ બંધ કરવાના નિર્ણયને દરીયાપુરના
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.હાઈકોર્ટની ટકોર
બાદ મ્યુનિ.તંત્રને જુની વી.એસ.હોસ્પિટલની સેવાઓ ફરી શરુ કરવાની ફરજ પડી છે.
[ad_2]
Source link