[ad_1]
– પોતાના વિરુદ્ધ દારૂ અંગેની પોલીસને બાતમી આપે છે તેવી શંકા વ્યક્ત કરી હુમલો કરાયો હોવાની પોલીસ ફરિયાદ
જામનગર,તા.3 નવેમ્બર 2021,બુધવાર
જામનગર તાલુકાના સિક્કામાં રહેતા એક યુવાન અને તેના મિત્ર ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે, તેમજ મોટરસાયકલ અને મોબાઇલમાં તોડફોડ કરી નાખવા અંગે મૂંગળી ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. દારૂ અંગેની પોલીસને બાતમી આપે છે, તેવી શંકા કરી આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સિક્કા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં નાઝ સિનેમા પાસે રહેતા અકરમ આમદ ભાઈ સંઘાર નામના 19 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર શકીબ રજાક પર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ પોતાના મોટર સાયકલમાં લાકડીઓ મારી લાઈટ વગેરે તોડી નાખવા અંગે ઉપરાંત મોબાઇલ ફોનમાં પણ તોડફોડ કરી નાખવા અંગે મુંગણી ગામના ક્રિપાલસિંહ ઉપરાંત સુખદેવસિંહ કંચવા અને તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન કેજે આરોપીની દારૂ અંગેની બાતમી આપી દે છે, તેવી શંકા વ્યક્ત કરી ક્રિપાલસિંહે ફરિયાદી યુવાનને મુંગણી ગામે બોલાવી લીધો હતો, અને વાતચીતમાં રોકાયા પછી અન્ય બે આરોપીઓ આવી ગયા હતા, અને હુમલો કરી દીધો હતો. જે સમગ્ર મામલે સિક્કા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
[ad_2]
Source link