[ad_1]
સાંડેસરા પરિવાર ફરાર થયાના પાંચ વર્ષ પછી
આવકવેરા વિભાગે સાંડેસરાના વિદેશી બેંકોમાં 50થી વધુ ખાતાઓ અને યુએસ,પનામા,નાઇજીરિયા અને સેશલ્સમાં ઘણી સંપત્તિ શોધી કાઢી
આવકવેરા વિબાગ ધારે તો બધું જ શોધી શકે છે. એનાથી કંઇ છૂપું રહેતું નથી
વડોદરા : આવકવેરા વિભાગે સ્ટલગ બાયોટેક લિમિટેડ અને તેના પ્રમોટર્સ નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સામે બ્લેક મની એન્ડ ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015 (ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) હેઠળ કેસ દાખલ કર્યો છે . ભારતીય બેંકો સાથે રૂ.8,100 કરોડની છેતરપિંડી કરીને સાંડેસરા પરિવાર ભારતમાંથી ફરાર થઇ ગયો છે અને આલબેનીયા તથા નાઇજિરાયાએ તેઓને આશ્રય આપ્યો હોવાનું જાણવા મળે છે.
સ્ટલગ બાયોટેક જૂથના ચાર પ્રમોટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી ચેતન સાંડેસરા અને હિતેશ પટેલ ભારતની વિવિધ બેંકોમાંથી રૂ. 8,100 કરોડથી વધુની લોન લઈને ફરાર થઈ ગયા છે અને હજુ પણ ભારતીય બેંક સિસ્ટમમાં રહેલી ખામીઓનો લાભ ઉઠાવીને તેઓ આ કેસમાંથી છટકવાના પ્રયત્નો કરી રહ્યા છે.
જેમાં એક પ્રયત્ન એવો પણ કરવામાં આવ્યો છે કે તેઓ રૂ.8,100 કરોડની બાકી લોન સામે વન ટાઇમ સેટલમેન્ટ યોજના અંતર્ગત રૂ.2,638 કરોડ ચુકવવા તૈયાર છે અને આ માટે તેઓએ ડિસેમ્બર 2021 સુધીની મુદ્દત માગી છે.
2017 માં જ સાંડેસરા પરિવાર ભારતમાંથી ફરાર થઇ ગયો અને તે પછી સરકાર હરકતમાં આવી છે. આવક વેરા વિભાગે સાંડેસરા પરિવારના વિદેશી બેંકોમાં 50થી વધુ ખાતાઓ અને યુએસ,પનામા, બ્રિટિશ વજનં ટાપુઓ, બાર્બાડોસ,નાઇજીરીયા અને સેશલ્સમાં ઘણી સંપત્તિ શોધી કાઢી છે
મળતી માહિતી અનુસાર તા. 6 સપ્ટેમ્બર 2021ના રોજ ટેક્સ ઓથોરિટીએ સ્ટલગ બાયોટેક અને સાંડેસરા બંધુઓ વિરૂદ્ધ સ્થાનિક કોર્ટમાં બ્લેક મની એક્ટની કલમ 50 અને 56 હેઠળ કેસ દાખલ કર્યો હતો.
તદ્ ઉપરાંત આ વર્ષની શરૂઆતમાં, માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ સ્ટલગ બાયોટેકના ડિરેક્ટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા, રાજભૂષણ દીક્ષિત, વિલાસ જોશી અને પ્રિયદર્શન બી મહેતાને સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આમ સાંડેસરા પરિવાર ફરાર થઇ ગયાના પાંચ વર્ષ બાદ હવે ઇન્કમટેક્સ વિભાગની ઊંઘ ઉડી છે અને સ્ટર્લિંગ બાયોટેક તથા ે તેના પ્રમોટર્સ સામે કેસ દાખલ કર્યો છે.
[ad_2]
Source link