૩૫૦૦ જેટલી વિવિધ કમ્પની જેવી કે પેપર મિલ અને ફાર્મા કંપની ધરાવતા વાપી જી આઈ ડી સી માં જી પી સી બી સાવ સુસુપ્ત અવસ્થા માં હોય એવુ જણાઈ આવે છે છેલ્લા કેટલાક સમય થી જી પી સી બી દ્વારા મુકવામાં આવેલ એર મોનીટરીંગ સિસ્ટમ માં આંકડા પણ જાહેર કરવામાં આવતા નથી એટલું જ નહી જી આઈ ડી સી માં બનતી ઘટના માં કેમિકલ ના સેમ્પલિંગ્ લેવાયા બાદ આગળ સુ કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે પણ કોઈ વિગતો અંગે ફોડ પાડવામાં આવતો નથી ત્યારે ગઈ કાલે વાપી જી આઈ ડી સી માં આવેલી એક કંપની માં બપોર ના સમયે કંપનીના પ્લાન માંથી અચાનક પીળા રંગ ના ધુમડા હવામાં નીકળતા થઈ ગયા હતા
જે હવા માં દૂર દૂર સુધી લોકો એ જોયા પણ હતા અને કેટલાક લોકો એ તો તસવીરો પણ કાઢી ને સોસીયલ મીડિયા માં વહેતી મુકી હતી જોકે આટલી હદે થયા બાદ પણ ગણતરી ની મિનિટો માં ધુમડા બંધ થઈ ગયા હતા
ત્યારે અહીં સવાલ એ થાય છે કે જો સામાન્ય પ્રજા જી આઈ ડી સી માંથી ફોટો અને તસવીરો લાઈ ને સોસીયલ મીડિયા માં નાખી દેતી હોય તો શુ જી પી સી બી ને આ બાબત ની જાણકારી નહીં હોય ?