[ad_1]
અમદાવાદ,
નેશનલ
ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા યુજી-નીટના પરિણામમાં દેશના ટોપ ૨૦
વિદ્યાર્થીઓમાં ગુજરાતના એક વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યુ છે જ્યારે અમદાવાદના બે
વિદ્યાર્થી દેશના ટોપ ૧૦૦ રેન્કમા આવ્યા છે. રાજકોટના રૃતુલ ચગે ૭૧૫ સ્કોર સાથે
દેશમાં પાંચમો રેન્ક મેળવ્યો છે અને સ્ટેટ ટોપર તરીકે ગુજરાતમાં પ્રથમ આવ્યો છે. આ
વર્ષે ગુજરાત સહિત દેશમાંથી ૯૮૫૦૦ વિદ્યાર્થી વધુ પાસ થતા મેડિકલ પ્રવેશમાં કટોકટી
સર્જાશે અને સરકારી મેડિકલ કોલેજોમાં કટ ઓફ ઊંચો જશે.
ધો.૧૨ સાયન્સ
પછીના મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ માટેની નીટ
-૨૦૨૧માં સમગ્ર દેશ અને વિદેશમાંથી ૧૬૧૪૭૭ વિદ્યાર્થી નોંધાયા હતા.જેમાંથી ૧૫૪૪૨૭૫
વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી ૮૭૦૦૭૪ વિદ્યાર્થી પાસ થયા છે.ગત વર્ષે
૧૫૯૭૪૩૫ નોંધાયા હતા અને જેમાંથી ૧૩૬૬૯૪૫ વિદ્યાર્થી પરીક્ષા આપી હતી.જેમાંથી ૭૭૧૫૦૦
વિદ્યાર્થી પાસ થયા હતા.આમ ગત વર્ષ કરતા ગુજરાત સહિત દેશભરમાંથી ૯૮૫૭૪ વિદ્યાર્થી
વધુ પાસ થયા છે.જેથી મેડિકલ પ્રવેશ માટે ભારે કટોકટી સર્જાઈ શકે છે. એનટીએ દ્વારા
જાહેર કરાયેલા દેશના ટોપ ૨૦ વિદ્યાર્થીમંા ગુજરાતનો એક વિદ્યાર્થી છે.રાજકોટનો
રૃતુલ ચગ ૭૨૦માંથી ૭૧૫ માર્કસ સાથે દેશમાં પાંચમાં રેન્ક પર આવ્યો
છે.ટોપ ૨૦માં મહારાષ્ટ્રના ૩, યુપીના ૩ અને દિલ્હીના બે તેમજ
તેલાંગાણા અને આંધપ્રદેશના બે વિદ્યાર્થી છે.પાંચમાં રેન્ક પર કુલ ૧૨ વિદ્યાર્થીઓ
છે. સ્ટેટવાઈઝ ૩૮ ટોપર્સમાં રાજકોટનો વિદ્યાર્થી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે.
અમદાવાદના બે વિદ્યાર્થી શ્લોક સોની ૬૦માં અને
પ્રશમ શાહ ૧૦૦મા રેન્ક સાથે દેશના ટોપ ૧૦૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં આવ્યા છે. ઉપરાંત
અમદાવાદમાંથી જ વિદ્યાર્થિની કેરોલ પટેલે ૬૯૦ અને વિદ્યાર્થી હર્ષિત પટેલ ૬૭૫નો
સ્કોર મેળવ્યો છે.ગુજરાતના ટોપ ૫૦૦માંથી ૨૦થી વધુ વિદ્યાર્થી હોવાનો અંદાજ છે અને
ટોપ ૧૦૦૦માં ૩૦થી વધુ વિદ્યાર્થી હોઈ શકે છે.દેશભરમાં પાસ થયેલા ૮૭૦૦૭૪ વિદ્યાર્થી
માં યુવકો ૩૭૫૨૬૦ અને યુવતીઓ ૪૯૪૮૦૬ છે.ગત વર્ષ બાદ આ વર્ષે પણ યુવકો કરતા યુવતીઓ
વધુ છે અને તેમની પાસિંગ ટકાવારી વધુ છે.જ્યારે આ વર્ષે ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં
૮ વિદ્યાર્થી પાસ થયા છે.એનઆરઆઈ ૭૩૬ અને ભારતીય ૮૬૮૪૮૩ તથા વિદેશી વિદ્યાર્થી ૪૨૭
પાસ થયા છે.કુલ પાસ ૮૭૦૦૭૪ વિદ્યાર્થીમાં ઓબીસી કેટેગરીના ૩૯૬૭૭૨, એસસીના ૧૧૪૨૨૧, એસટીના ૪૦૧૯૩, ઈડબલ્યુએસના
૭૯૦૯૯ અને ઓપન કેટેગરીમાં ૨૩૯૭૮૯ છે.ગત
વર્ષ કરતા દરેક કેટેગરીમાં પાસિંગ-ક્વોલિફાઈંગ ક્ટઓફ માર્કસ ઘટયા છે. ૫૦
પર્સેન્ટાઈલ મુજબ ઓપનમાં ૭૨૦માંથી ૧૩૮ માર્કસ સુધીની રેન્જમાં ૭૭૦૮૫૭, ઓબીસીમાં ૪૦ પર્સેન્ટાઈલ મુજબ ૧૩૮-૧૦૮ માર્કસ રેન્જમાં ૬૬૯૭૮ ,એસસીમાં ૪૦ પર્સન્ટાઈલ મુજબ ૧૩૭થી ૧૦૮ માર્કસ રેન્જમાં ૨૨૩૮૪ અને એસટીમાં
પણ ૪૦ પર્સેન્ટાઈલ મુજબ ૧૩૭થી ૧૦૮ માર્કસ રેન્જમાં ૯૩૧૨ વિદ્યાર્થી પાસ થયા છે.ગત
વર્ષે ઓપન કેટેગરીમાં ૭૨૦થી૧૪૭ માર્કસ રેન્જમાં ૬૮૨૪૦૬ વિદ્યાર્થી હતા.
[ad_2]
Source link