શુ છે આ જી આઈ ટેગ ?
જીઆઇ ટેગ એટલે જીઓ ગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન ટેગ આ ટેગ એવી ચીજ વસ્તુ ઓને મળે છે કે જે અમુક ચોક્કસ વિસ્તાર કે ભૌગોલિક ક્ષેત્રમાં ઉત્પાદન થતી હોય અને જેતે વીસ્તાર ની ઓળખ હોય અને જેતે વીસ્તાર માટે યુનિક હોય ભારત માં કુલ 350 વસ્તુ ઓ હાલ માં જી આઈ ટેગ ધરાવે છે
નાબાર્ડ દ્વારા ગુજરાત ના ખેડૂતો ને પ્રોત્સાહન મળે તે હેતુ થી ગુજરાત ની ખાસિયત ગણાતા વલસાડ ની હાફુસ અને અમલસાડ ના ચીકુ ને જી આઈ ટેગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ટેગિન્ગ પ્રક્રિયા થાવને પગલે બન્ને પાકો આંતર રાષ્ટ્રીય બજાર માં એક્સપોર્ટ માટે નું બજાર ખુલશે અને ખ્યાતિ પણ મળશે
નાબાર્ડ ના નવા આવેલા ગુજરાત પ્રદેશ ના ચીફ જનરલ મેનેજર જ્ઞાનનેન્દ્ર્ મણી એ સમગ્ર બાબતે જાણકારી આપતા કહ્યું કે ખેડૂતો ને પ્રોત્સાહન મળશે અને તેમનું ઉત્પાદન ઊંચી કિંમતે આંતર રાજ્ય બજાર માં વેચાણ થતા તેઓ ને તેનો સીધો લાભ મળશે