નીટ પરીક્ષાનુ પરિણામ જાહેરઃ વડોદરાના વિદ્યાર્થીએ દેશમાં ૧૪૩મો ક્રમ મેળવ્યો

0
410

[ad_1]

વડોદરાઃ મેડિકલમાં અભ્યાસ માટે દેશવ્યાપી સ્તરે લેવાયેલી  નીટ(નેશનલ એલિજિબિલિટી  એન્ટ્રન્સ ટેસ્ટ)પરીક્ષાનુ પરિણામ સોમવારે રાત્રે જાહેર થયુ હતુ.વડોદરા શહેરના પવિત્ર ગોયલે દેશમાં ૧૪૩મો ક્રમ મેળવ્યો છે.આ ઉપરાંત વડોદરાના ૧૦ જેટલા વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૧૦૦૦માં સ્થાન મેળવ્યુ છે.વડોદરામાંથી લગભગ ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી હતી.હવે નીટ પરીક્ષાના રિઝલ્ટના આધારે મેડિકલ કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ઓનલાઈન અભ્યાસ માટે સ્વયં શિસ્ત રાખવી જરુરી 

કોરોનાના કારણે ઓનલાઈન અભ્યાસ શરુ થયો ત્યારે શરુઆતમાં એડજસ્ટ થવામાં મુશ્કેલી પડી હતી.ઓનલાઈન અભ્યાસમાં તૈયારી કરવા માટે ટાઈમ ટેબલ બનાવવુ અને સ્વયં શિસ્ત હોવી બહુ જરુરી છે.ઉપરાંત શક્ય હોય તેટલા વધારે પેપર સોલ્વ કરવા પર મેં ધ્યાન આપ્યુ હતુ.કેમેસ્ટ્રી બીજા વિષયો કરતા થોડુ નબળું હોવાથી તેના પર વધારે ફોકસ કર્યુ હતુ.પિતા ગુજરાત રિફાઈનરીમાં ફરજ બજાવે છે.દિલ્હીમાં એડમિશન લેવાનુ વિચારી રહ્યો છું.

પવિત્ર ગોયલ

૭૨૦માંથી ૭૦૦ માર્કસ

ઓલ ઈન્ડિયા રેન્ક ૧૪૩

પરિવારના તમામ સભ્યો મેડિકલ ક્ષેત્રમાં

આટલા સારા આવા પરિણામની મને આશા નહોતી.નીટ પરીક્ષામાં સફળતા મેળવવા માટે સ્પીડ પણ જરુરી છે.નક્કી કરેલા સમયમાં પ્રશ્નો સોલ્વ કરવાનુ ટાર્ગેટ રાખવુ પડતુ હોય છે.યાદ રાખવા કરતા સમજીને અભ્યાસ કરવાથી સફળતા મળે છે.ઓનલાઈન અભ્યાસના સારા અને ખરાબ એમ બંને પાસા અનુભવ્યા છે.માતા પિતા ડોકટર છે અને મોટી બહેન પણ મેડિકલનો અભ્યાસ કરી રહી છે.

હિરણ્ય દવે

૭૨૦માંથી ૬૯૦ માર્કસ

ઓલ ઈન્ડિયા રેન્ક ૪૨૯

પાઠય પુસ્તકોનુ ચાર થી પાંચ વખત રિવિઝન કરવુ જોઈએ 

પરીક્ષામાં સફળતા મેળવવી હોય તો એનસીઈઆરટીના પાઠય પુસ્તકની દરેક લાઈન યાદ હોવી જોઈએ.દરેક વિષયના પાઠય પુસ્તકનુ ચાર થી પાંચ વખત રિવિઝન કરવુ જોઈએ.કોરોનાના કારણે ૬ મહિનાનો વધારે સમય મળ્યો હતો અને તેના કારણે વધારે સારી રીતે તૈયારી થઈ શકી હતી.મારા ઘરમાંથી હું પહેલો વ્યક્તિ છું કે જે મેડિકલમાં અભ્યાસ કરશે.મારા પિતા બિઝનેસ મેન અને માતા હાઉસવાઈફ છે.

તહા જીરુવાલા

૭૨૦માંથી ૬૮૮ માર્કસ

ઓલ ઈન્ડિયા રેન્ક ૫૨૯

સંતોષ ના થાય ત્યાં સુધી વાંચતા રહો 

અભ્યાસ પર સતત ફોકસ રાખવુ જરુરી છે.તમામ ટેસ્ટ આપવા જોઈએ અને કોઈ મૂંઝવણ હોય તો તરત જ શિક્ષક અથવા માતા પિતા સાથે વાત કરવી જોઈએ.મારા મતે દિવસના અમુક કલાક વાંચવુ જોઈએ તેવુ નથી પણ જ્યાં સુધી તમને સંતોષ ના થાય ત્યાં સુધી વાંચવાનુ ચાલુ રાખવુ જોઈએ.મારા પરિવારમાં પણ હું પહેલી સભ્ય છું જે મેડિકલમાં અભ્યાસ કરશે,મારા પિતા બિઝનેસમેન છે.

રિયા પંચાલ

૭૨૦ંમાંથી ૬૮૫ માર્કસ

ઓલ ઈન્ડિયા રેન્ક ૬૨૦

સોશિયલ મીડિયાથી દુર રહી છું, એકાઉન્ટ પણ બનાવ્યુ નથી

લોકડાઉન અને ઓનલાઈન અભ્યાસના કારણે રિવિઝન કરવાનો વધારે  સમય મળ્યો હતો.પરીક્ષાની તૈયારી માટે રોજ ૧૨ કલાક વાંચતી હતી.માતા-પિતા ડોકટર હોવાથી તેમને જોઈને મેં પણ ડોકટર બનવાનુ નક્કી કર્યુ હતુ.સોશિયલ મીડિયાથી હું અત્યાર સુધી દુર રહી છું.મારુ એક પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ પણ  નથી.

 દિવિજા નાણાવટી

૭૨૦માંથી ૬૮૫ માર્કસ

ઓલ ઈન્ડિયા રેન્ક ૬૮૫

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here