દિવાળીના તહેવારોને લઈ અંબાજી મંદિરમાં માતાજીના દર્શનના સમયમાં કરાયો વધારો

0
413

[ad_1]

અંબાજી, તા. 2 નવેમ્બર 2021, મંગળવાર

દેશભર પ્રકાશના પાવન વર્ષ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવારોને લઈ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરવા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી દર્શનાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંબાજી મંદિરના દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. માઈ ભક્તો અને દર્શનાર્થીઓ અંબાજી મંદિરમાં રાત્રે 11 વાગ્યા સુધી દર્શનનો લ્હાવો લઈ શકશે. ઉલ્લેખનીય છે કે દર્શનનો સમય વધવાથી શ્રદ્ઘાળુઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. બીજી તરફ કોરોના ગાઈડલાઈનનો પણ સંપૂર્ણ પણે પાલન સાથે જ અંબાજી મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી છે.

અંબાજી મંદિરમાં દર્શનનો સમય

તારીખ 5 નવેમ્બર

મંગળા આરતી સવારે 6થી 6.30

દર્શન સવારે 6.30થી 10.45

રાજભોગ બપોરે 12થી 12.15

અન્નકુટ આરતી બપોરે 12.15થી 12.30

દર્શન બપોરે 12.30થી 4.15

આરતી સાંજે 6.30થી 7

દર્શન- સાંજે 7થી 11

6થી 9 નવેમ્બર

મંગળા આરતી સવારે 6.30થી 7

દર્શન સવારે 7થી 11.30

રાજભોગ બપોરે 12 વાગ્યે

દર્શન બપોરે 12.30ખી 4.15

આરતી સાંજે 6.30થી 7

દર્શન સાંજે 7થી 11

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here