[ad_1]
પ્રાંતિજ તા.1
પ્રાંતિજના સલાલ પાસેથી પસાર થઇ રહેલ લકઝરી બસમાંથી એક મહિલા
નીચે પટકાતા ૧૦૮ મારફતે મહિલાને સારવાર અર્થે ખસેડવામા આવી છે.
અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે આઠ પ્રાંતિજના સલાલ પાસેથી લકઝરી
બસમાં આગળના દરવાજા પાસે ઉભી રહેલ મહિલા મીનાબેન હાસિયા મીળા કે જેવો ગાંધીનગરથી પોતાના
પતિ પરિવાર સાથે પોતાના વતન જઇ રહ્યા હતા અને લક્ઝરી બસમાં વામીટ જેવુ થતા તેવો દરવાજા
પાસે આગળ ઉભા હતા અને એક દમ તેવોનો હાથ લપસી પડતા તેવો ચાલુ લક્ઝરીએ નીચે પટકાયા હતા
તો મીનાબેન રોડ ઉપર પટકાતા તેવોને શરીરે હાથે પગે મોઢા ઉપર ઇજાઓ થતા તેમને ૧૦૮ મારફતે
પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા તો ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને
થતા પ્રાંતિજ પોલીસ પણ દોડી આવી હતી.
[ad_2]
Source link