[ad_1]
ભુજ, રવિવાર
મોટા યક્ષ નજીકના પુલ ઉપર વાહન ચાલકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલી દિવાલ જર્જરિત થઈ જતાં ગમે ત્યારે પડી જાય એવી સિૃથતિ સર્જાઈ છે. હાઈવે કરતાં પુલ સાંકડો હોવાથી આમ પણ વાહન ચાલકોને સંભાળીને વાહન હંકારવું પડે છે. એમાં ક્ષતિગ્રસ્ત દિવાલના કારણે કોઈ અકસ્માત સર્જાય એ પહેલા દિવાલ તોડીને રોડ જેટલી પહોળાઈની કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સરકાર દ્વારા રોડો કે પુલિયા લોકોને મુશ્કેલીઓ ના પડે એ માટે બનાવવામાં આવે છે પણ અહીં આવા કામો બન્યા પછી તેની મરામતના નામે મીંડું હોય છે બની ગયા પછી એની મર્યાદા કેટલા વર્ષની છે.આ બાબતે તંત્ર હમેશા ઉઘતું રહેતું હોય એવું જોવા મળતું હોય છે.અિધકારીઓ રોજબરોજ અહીંથી નીકળતા હોય છે.છતાં પણ બે ધ્યાન રહે છે.નખત્રાણા-ભુજ હાઇવેપર આવેલ મોટાયક્ષ નજીક પુલ જે ૧૯૯૯માં બનાવવામાં આવેલ છે જેને આજે બે દાયકા ઉપર ટાઈમ થયો છે. પુલપરની દીવાલ જર્જરિત થઈ ગઈ છે.આ દીવાલ વાહનોની સુરક્ષા માટેની દીવાલ છે.જે આજે પોતે પણ અસુરક્ષિત છે ક્યારે પડશે એ નક્કી જ નાથી પણ આજે આ સુરક્ષા દીવાલને બાવીસ વર્ષ થવા આવ્યા છતાં પણ તંત્ર દ્વારા કયારે મરંમત ન થતા હાલમાં વધુ ક્ષતિગ્રસ્ત બની છે. આ દીવાલ વાહનો માટેની સેફટી માટેની છે.વાહનો પુલ નીચે પડે નહીં અને વાહનચાલકોને પણ ખબર પડે કે આગળ પુલ છે.આમ સુરક્ષા દીવાલ સાવ જર્જરિત થઈ ગઈ છે મોટો અકસ્માત સર્જાય એ પહેલાં આ દિવાલનું કામ તાત્કાલિક ધોરણે નવી બનાવીને વાહન ચાલકોની જિંદગી સુરક્ષિત રહે એવી વાહન ચાલકોની માંગણી છે.આ પુલ પરાથી સતત વાહનો પ્રસાર થતા રહે છે. જેના કારણે જર્જરિત આ દીવાલ પડી જાય એના પહેલા કા નવી બનાવવી જોઈએ આૃથવા તો રીપેરીંગ કરવી જોઈએ.આમ પણ હાઈવે કરતા પુલ સાંકડો છે.જેના થકી વાહન ચાલકોને પુલ પર થી સંભાળીને નીકળવું પડેછે.આ દીવાલ જર્જરિત છે.તો એ દીવાલને તોડીને પુલની પહોળાઈ હાઈવે જેટલી કરવામાં આવેતો વાહન ચાલકોને સારી એવી સગવડ મળી રહે એવી માંગ ઉઠવા પામી છે.
[ad_2]
Source link