ભૂગર્ભ ગટરની કામગીરીમાં ઠાગાઠૈયા કરતી એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે

0
421

[ad_1]

પાલનપુર,તા.30

પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા મળી હતી જેમાં પ્રથમવાર શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડ ચાલ્યું હતું. શહેરમાં મંદગતિએ ચાલી રહેલ જીયુડીસી ભૂગર્ભ ગટરની એજન્સીને નવા પ્રોજેક્ટોમાં બ્લેકલિસ્ટમાં મુકવા ઠરાવ કરાયો હતો અને  વિકાસના કામો સહિતના વિવિધ ૧૧ મુદ્દાનો સર્વાનુમતે ઠરાવ કરાયો હતો.

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની શનિવારે સાંજે મહિલા પ્રમુખ હેતલબેન રાવલના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી. જેમાં પ્રથમવાર મુદ્દાસરની ચર્ચા સાથે બોર્ડ ચાલ્યું હતું. પાલિકાના ભૂગર્ભ અને ડ્રેનેજ સમિતિના ચેરમેન કૌશલ જોશીએ જી. યુ. ડી.સી વિભાગ ગાંધીનગર દ્વારા પાલનપુરમાં વર્ષ ૨૦૧૪ શરૂ કરાયેલ ભૂગર્ભ ગટર ની કામગીરી માર્ચ- ૨૦૧૬ પૂર્ણ કરવાની હતી. જેને સાત વર્ષ ઉપરાંતનો સમય વીતવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી અને મંદગતિએ કામગીરી થતા અનેક વિસ્તારોમાં પાઇપલાઇનો અધુરી છોડી દેવાતા ગટરો ઉભરાઇ રહી છે. ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચ બાદ પણ લોકોને યોજનાનો લાભ ન મળતા પાલીકાના ભૂગર્ભ અને ડ્રેનેજ કમિટીના ચેરમેન કૌશલ જોશીએ નવા પ્રોજેક્ટોમાં બ્લેકલિસ્ટમાં મુકવા રજુઆત કરતા આ એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકવા ઠરાવ કરાયો હતો.તેમજ શહેરમાં વિકાસના કામો કરવા, નવા મહેકમની મંજૂરી સહિત ૧૧ મુદ્દાને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જોકે નગરપાલિકામાં અગાઉની સભામાં સત્તાધીશો મુદ્દાની ચર્ચાઓ કર્યા વિના જ અને વિપક્ષના વિરોધ વચ્ચે બોર્ડને ગણતરીની મિનિટોમાં સમેટી લેવામાં આવતું હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here