[ad_1]
– ઘરેલુ હિંસા કેસમાં કોર્ટે પુત્રને પિતાને સોંપવા હુકમ કર્યા બાદ મહિલાએ પુત્રનો કબજો મેળવવા કોર્ટમાં અરજી પણ કરી હતી
સુરત, : સુરતના અમરોલી વિસ્તારમાં શુક્રવારે બપોરે 7 વર્ષના બાળકનું ઘર નજીકથી અજાણ્યા કારમાં અપહરણ કરી ગયા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે પતિ સાથે વિખવાદ બાદ અલગ રહેતી મહિલાએ જ પોતાના 7 વર્ષના પુત્રનું અપહરણ કર્યું છે. ઘરેલુ હિંસા કેસમાં કોર્ટે પુત્રને પિતાને સોંપવા હુકમ કર્યા બાદ મહિલાએ પુત્રનો કબજો મેળવવા કોર્ટમાં અરજી પણ કરી હતી.
પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં ગત બપોરે 12.45 કલાકે 7 વર્ષનો બાળક ઘર પાસે રમતો હતો ત્યારે અજાણ્યા તેનું કારમાં અપહરણ કરી ગયા હતા. આ અંગે બાળકના પિતાએ ગતરાત્રે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે બાળકના પિતા અને માતા વચ્ચે વિખવાદ હોય ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો છે અને તેથી બંને અલગ રહે છે. ઘરેલુ હિંસાના કેસમાં કોર્ટે 7 વર્ષના પુત્રનો કબજો તેના પિતાને જયારે પુત્રીનો કબજો માતાને સોંપવા હુકમ કર્યા બાદ માતાએ પુત્રનો કબજો મેળવવા કોર્ટમાં અરજી પણ કરી છે. આ હકીકતને આધારે પોલીસે બાળકની માતા અંગે તપાસ શરૂ કરી હતી. જોકે, તેનો સંપર્ક નહીં થતા પોલીસની શંકા મજબૂત બની હતી.હાલ પોલીસ માતા અને પુત્રની શોધખોળ કરી રહી છે. વધુ તપાસ પીઆઈ આર.પી.સોલંકી કરી રહ્યા છે.
[ad_2]
Source link