ટુરીઝમ ક્ષેત્રે અદ્ભુત સેવા બદલ યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને બે પ્રતિષ્ઠિત એવોર્ડ

0
161

અમદાવાદમાં યોજાયેલા ગુજરાત ટુરિઝમ એવોર્ડ 2024માં મળ્યુ બહુમાન

અમદાવાદ પ્રવાસન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી તેમજ જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ ગાંધીનગર સ્થિત યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ગુજરાત ટુરીઝમ એવોર્ડ 2024 – સીઝન-6માં બે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે.

રાજ્યના પૂર્વ પ્રવાસન સચિવ શ્રી વિપુલ મિત્રા અને ભારતના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ શ્રી ગંગાધરન, શ્રી કીર્તિ ઠાકર, શ્રી અનિલ મુલચંદાણી અને શ્રી અનુજભાઈ સહિતની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે  યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ની પસંદગી કરવામાં આવી હતી. વિવિધ મૂલ્યાંકન કર્યા બાદ આ પેનલે યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને શ્રેષ્ઠ આઉટબાઉન્ડ કોર્પોરેટ ટૂર ઓપરેટર અને શ્રેષ્ઠ ટિકિટિંગ એજન્ટ એમ બે પ્રતિષ્ઠિત એવોર્ડ જાહેર કર્યા હતા.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ એ યશવી ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સની ગ્રાહકો પ્રત્યેની અપ્રતિમ સેવા તેમજ અસાધારણ ટ્રાવેલ સોલ્યુશન્સને આભારી છે. આ એવોર્ડ એ ટુરીઝમ ક્ષેત્રે શ્રેષ્ઠ સેવા માટે યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને મળેલું આ બહુમાન એ માત્ર   કંપનીની સિદ્ધિઓને જ આભારી નથી પરંતુ કોર્પોરેટ ક્લાયન્ટ્સ અને વ્યક્તિગત પ્રવાસીઓની વિવિધ જરૂરિયાતોને સમજીને તેની પૂર્તતા કરતી તેની ટીમને પણ આભારી છે. યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ટીમ પ્રેરણાના એક જબરદસ્ત સ્ત્રોત તરીકે પણ કામ કરે છે.

ટુરીઝમ ક્ષેત્રે મળેલા આ બહુમાન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સ્થાપક રાજન ભાટલાએ જણાવ્યું હતું કે, “અમારી આખી ટીમ આ બહુમાન મળ્યું તેથી ઘણી ઉત્સાહિત છે કારણ કે આ ટીમ જ અમારા ગ્રાહકોની સેવા કરવા અને અમારી બ્રાન્ડ બનાવવા માટે સમર્પિત છે. અમારી ટીમનું આ સમર્પણ ભવિષ્યમાં પણ  અમારા ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાના અમારા ઉદ્દેશ્યમાં પ્રેરિત કરશે.

આ બે એવોર્ડ ઉપરાંત, યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અન્ય સિટીમાં બેસ્ટ આઉટબાઉન્ડ ટૂર ઓપરેટર, અન્ય સિટીમાં બેસ્ટ ફેમિલી ટૂર ઓપરેટર અને અન્ય સિટીમાં બેસ્ટ ટિકિટિંગ એજન્ટ સહિત અન્ય અનેક કેટેગરીમાં નોમિનેટ થયું હતુ. જે પ્રવાસન ઉદ્યોગ અંતર્ગત તેના વિવિધ સેગમેન્ટમાં તેની શ્રેષ્ઠતાને સાબિત કરે છે. 

આ વરસે મળેલા આ એવોર્ડ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની સફળતા ઉપર આધારિત છે, આ પહેલા પણ કંપનીએ અનેક એવોર્ડ જીત્યા છે જે સાબિત કરે છે કે, તે પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે યોગદાન આપનારાનું આ રીતે ગુજરાત ટુરીઝમ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવે છે. 

યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વિશે:

2015 માં સ્થપાયેલ, Yashvi Tours & Travels ગુજરાતના ગાંધીનગરમાં મૂળ બેઇઝ ધરાવે છે. અને એક પ્રીમિયર ટ્રાવેલ એજન્સી છે. તે પ્રવાસીઓને મુસાફરીના અસાધારણ અનુભવો કરાવવા માટે પ્રતિબદ્ધ છે એટલું જ નહી યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દરેક ક્લાયન્ટની પસંદગીઓ અને જરૂરિયાતોને પૂરી કરવા માટે ટ્રાવેલ ઉદ્યોગની ઊંડી સમજણનો લાભ લે છે.

યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી મુખ્ય સેવાઓ:

– કોર્પોરેટ ટ્રાવેલ સોલ્યુશન્સ: કોર્પોરેટ ક્લાયન્ટ્સ માટે અનુરૂપ સેવાઓ, વ્યવસાયની જરૂરિયાતો માટે સીમલેસ અને કાર્યક્ષમ મુસાફરીની સુવિધા સુનિશ્ચિત કરે છે.

– આઉટબાઉન્ડ ટુર: કસ્ટમાઇઝ કરી શકાય તેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પેકેજ જે વિવિધ સ્થળોએ યાદગાર અનુભવો પ્રદાન કરે છે.

– ડોમેસ્ટિક ટ્રાવેલ પેકેજીસ: ભારતમાં પરિવહન, રહેઠાણ, જોવાલાયક સ્થળો અને સાહસિક પ્રવૃત્તિઓ સહિત વ્યાપક મુસાફરીની સુવિધા આપે છે. 

– ટિકિટિંગ સેવાઓ: ફ્લાઇટ્સ, ટ્રેનો અને બસ માટે વિશ્વસનીય ટિકિટિંગ ઉકેલ.

– વિઝા સહાય: વિવિધ દેશોમાં વિઝા અરજીઓ માટે નિષ્ણાતોનું માર્ગદર્શન અને ઉકેલ. 

– પારિવારિક અને ગ્રુપ પ્રવાસ: કૌટુંબિક રજાઓ અને ગ્રુપ મુસાફરી માટે વિશિષ્ટ પેકેજો, આનંદપ્રદ અને તણાવમુક્ત અનુભવો સુનિશ્ચિત કરે છે.

યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સેવાના સર્વોચ્ચ ધોરણો અપનાવવા અને અવિસ્મરણીય મુસાફરીના અનુભવો કરાવવા માટે સમર્પિત છે. તેની ટીમ પ્રવાસીને ક્યારેય ન ભૂલાય તેવા અવિસ્મરણીય અનુભવ કરાવવા માટે પણ પ્રતિબદ્ધ છે. સાથોસાથ ગ્રાહકોને જે અનુભવ મળે છે તેની ખાતરી પણ કરે છે. 

વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો:

+91 98985 85251 | +91 99137 22282

[www.yashvitours.com]  (http://www.yashvitours )

Tags: YashviTour&Travels, YashviTours

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here