Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં પંચેશ્વસર ટાવર વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન નાસભાગ થતાં લોકોમાં દેકરો

On: March 12, 2022 9:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા,12 માર્ચ 2022 

જામનગર મહાનગરપાલિકા દ્વારા પંચેશ્વર ટાવર સહિતના આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી, અને ઢોર પકડવાની કામગીરી દરમિયાન નાસભાગ થઈ હતી. કેટલાક ઠંડા પીણા ગોલા નાસ્તો કરવા આવેલા ગ્રાહકો માં પણ ભારે દોડધામ થઇ હતી, આખરે અડધી રાત્રે ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ રખાઇ હતી.

જામનગર શહેરમાં વધી ગયેલા ઢોરોના ત્રાસના કારણે મ્યુનિ.કમિશનરના આદેશને લઈને ઢોર પકડવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દરમિયાન ગઇકાલે રાત્રીના 11 વાગ્યા પછી પંચેશ્વર ટાવર આસપાસના વિસ્તારમાં ગાયો એકત્ર થઇ હોવાનું જાણવા મળતાં સોલિડવેસ્ટ શાખાની 16 જેટલા કર્મચારીઓની ટુકડી ઢોર પકડવા માટે પહોંચી હતી, અને કેટલાક ઢોરને દોરડાથી બાંધ્યા હતા, આ સમય ભારે દોડધામ થઇ હતી.

ઉપરોક્ત વિસ્તારમાં કેટલીક નાસ્તાની લારી વગેરેમાં લોકો ઠંડા પીણા, ગોલા વગેરે ખાવા માટે એકત્ર થયા હતા, તેઓને પણ ભાગવાનો વારો આવ્યો હતો. અને દેકારો મચી ગયો હતો.

આખરે મહાનગરપાલિકા ની ટીમે થોડા સમય માટે ઢોર પકડવાની ઝુંબેશ ને અટકાવી રાખી હતી, અને ત્યાર પછી રાત્રિના અઢી વાગ્યે ફરીથી ઝુંબેશ શરૂ કરાઇ હતી અને 19 જેટલા ઢોરને પકડીને રણજીતસાગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં મુકી દેવામાં આવ્યા છે. ઉપરાંત પબ્લિક ની અવરજવર ઓછી થાય તે સમયે રઝળતા પશુઓને પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!