Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદમાં એક વર્ષમાં ૧૮વર્ષ સુધીનાં ૯૪૩ બાળક ટી.બી.સંક્રમિત,૧૮નાંમોત

On: March 3, 2022 1:39 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,બુધવાર,2
માર્ચ,2022

અમદાવાદ શહેરમાં ઝડપથી બદલાઈ રહેલી જીવનશૈલીથી ટી.બી.ના
સંક્રમણમાં વધારો થવા પામ્યો છે.વર્ષ-૨૦૨૧માં ૧૮ વર્ષ સુધીનાં કુલ ૯૪૩ બાળકો
ટી.બી.ના રોગથી સંક્રમિત થયા હતા.એક વર્ષમાં ટી.બી.ના રોગથી સંક્રમિત થયેલા ૧૮
બાળકોના મોત થયા હતા.રખિયાલ વોર્ડમાં સૌથી વધુ પાંચ બાળકોના મોત થવા પામ્યા
હતા.વર્ષ-૨૦૨૦માં શહેરમાં ૧૮ વર્ષની વય સુધીના ૮૧૧ બાળકો ટી.બી.ગ્રસ્ત થયા હતા એ
પૈકી ૩૨ બાળકના મોત થયા હતા.

અમદાવાદના વિસ્તાર વધવાની સાથે પોષણક્ષમ ખોરાકને બદલે અન્ય
ખાદ્યચીજો ખાવાના ક્રેઝ તથા ખુબ ઓછી જગ્યામાં એક સાથે વધુ લોકોનો વસવાટ કરવા
ઉપરાંત હવામાં વધતા પ્રદૂષણ અને યોગ્ય સમયે જરૃરી દવા કે સારવાર ના લેવા જેવા અન્ય
પરિબળોના કારણે ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.મ્યુનિ.હદ
વિસ્તારમાં વસતા ૧૮ વર્ષ સુધીના બાળકો ઝડપથી ટી.બી.ગ્રસ્ત બની રહ્યા છે.આ પાછળ એક
કારણ આ વયના બાળકોમાં ઈમ્યુનિટી પ્રમાણમાં ઓછી હોવાનું પણ તારણ આપવામાં આવી રહ્યુ
છે.વર્ષ-૨૦૨૦માં શહેરના વિવિધ વિસ્તારમાં ૧૮ વર્ષની વય ધરાવતા કુલ મળીને ૮૧૧ બાળકો
ટી.બી.ના લક્ષણ ધરાવતા મળી આવ્યા હતા.જેની તુલનામાં વર્ષ-૨૦૨૧માં ટી.બી.સંક્રમિત બાળકોની
સંખ્યા વધીને ૯૪૩ સુધી પહોંચી હતી.વર્ષ-૨૦૨૦માં ૧૮ વર્ષની વય સુધીના
ટી.બી.સંક્રમિત કુલ ૩૨ બાળકોના મોત થયા હતા.જેની તુલનામાં વર્ષ-૨૦૨૧માં
ટી.બી.સંક્રમિત થયેલા બાળકોનો મૃતકાંક ઘટીને ૧૮ ઉપર પહોંચ્યો હતો.શહેરના સાત
ઝોનમાં આવેલા મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત ટી.બી.નિદાન કેન્દ્રો
ઉપરથી હેલ્થ વિભાગ દ્વારા ટી.બી.સંક્રમિત બાળકોના નિદાન ઉપરાંત દવા સહિતની સારવાર
આપવામાં આવી રહી છે.મ્યુનિ.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે શહેરમાં ગીચ વસ્તી ધરાવતા
અને સ્લમ અને ચાલી વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષ સુધીના બાળકોનો ટી.બી.ના રોગને લઈ એક
સર્વગ્રાહી સરવે કરી સારવાર આપવા મ્યુનિ.તંત્ર સમક્ષ અપીલ કરાઈ છે.

કયા વિસ્તારમાં ૧૮ વર્ષ સુધીના ટી.બી.ગ્રસ્ત બાળકના મોત

વર્ષ-૨૦૨૧માં શહેરના રખિયાલ વોર્ડમાં ટી.બી.થી ૧૮ વર્ષ
સુધીના સૌથી વધુ પાંચ બાળકના મોત થયા હતા.બહેરામપુરા વોર્ડમાં ત્રણ બાળકોના
ટી.બી.થી મોત થયા હતા.નવાવાડજ વોર્ડમાં ટી.બી.સંક્રમિત બે બાળકના મોત થયા
હતા.અસારવા
, બાપુનગર, ચાંદખેડા, દાણીલીમડા ઉપરાંત
જમાલપુર
,વાસણા
અને વેજલપુર અને ભાઈપુરા વોર્ડમાં અનુક્રમે એક-એક બાળકનું ટી.બી.સંક્રમિત થવાથી
મોત થયુ હતું.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!