Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

3 વિભિન્ન ઘટનાઓમાં પતિએ પત્નીને માર મારીને કાઢી મુકી, પ્રેમ લગ્નને થયા હતા માત્ર 4 જ મહિના

On: March 2, 2022 12:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 02 માર્ચ, 2022, બુધવાર

અમદાવાદ શહેરમાં દહેજની માગણી સહિતની વિવિધ બાબતોને લઈ પતિ દ્વારા પત્નીને માર મારીને ઘરમાંથી કાઢી મુકવાની 3 વિભિન્ન ઘટનાઓ બની છે. 

વેજલપુરમાં લગ્નનના પાંચ વર્ષમાં જ સંસાર પડી ભાગ્યો: પાણી કનેક્શનના રૂપિયાની માગણી કરતાં પતિએ માર મારી કાઢી મૂકી

શહેરના ફતેવાડી વિસ્તારમાં જુમ્મા મસ્જિદ પાસે મકાન નં-84 બાગેબદર સોસાયટી ખાતે રહેતા મુસ્કાનબાનુએ પોતાના પતિ ઉસ્માન ઉર્ફે કાલીયા હનીફભાઈ (ઉં-24) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે બંનેના લગ્નને 5 વર્ષ જેટલો સમય થયો છે અને તેમને 2 બાળકો પણ છે. તેમના પતિ છૂટક મજૂરીકામ કરે છે. લગ્નના 3 મહિના જેટલો સમય સરખી રીતે રાખ્યા બાદ પતિ દ્વારા ઘરકામમાં નાના-મોટા વાંક કાઢીને માર મારવામાં આવતો હતો. આ ઉપરાંત કાલીયાએ પત્નીને ખર્ચા પોતાની માતા (પિયર) પાસેથી લેવા માટે કહી દીધેલું હતું. 10 મહિના તેમણે પતિ પાસે ઘરખર્ચની માગણી કરી એટલે પતિએ તેમને બોલાચાલી બાદ બંને બાળકો સાથે પહેરેલા કપડે ઘરની બહાર કાઢી મુક્યા હતા. જોકે પરિવારની સમજાવટ બાદ તેઓ પાછા ફર્યા હતા. તાજેતરમાં તેમણે પતિ પાસે પાણીના કનેક્શન માટે પૈસા માગ્યા તો કાલીયાએ તેમને મારા પાસે પૈસા ન માગવા તેમ કહીને અપશબ્દો કહ્યા હતા અને ગડદાપાટુના માર ઉપરાંત નજીક પડેલી ઈંટ વડે માથા પર વાર કરીને લોહી કાઢ્યું હતું. 

ઘાટલોડિયામાં 15 લાખના દહેજની માગણી ન સંતોષાતા પતિએ માર મારી કાઢી મૂકી

બી-51, સીપી નગર વિભાગ-2, ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મિનલબેન પટેલે પોતાના પતિ સચીન વિનોદચંદ્ર પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2016ના અંતમાં તેમના લગ્ન પાટણ ખાતે રેલવેના બીજા ગરનાળા પાસે 14-રામપાર્ક સોસાયટીમાં રહેતા સચીન પટેલ સાથે થયા હતા. તેમને લગ્ન દરમિયાન કોઈ સંતાન નથી. લગ્નના 10-12 દિવસ બાદ સાસરીયાઓ તેમને ખર્ચાના રૂપિયા આપવાની ના પાડીને જાતે કમાઈને જાતે ખાવા કહી દીધું હતું. તેમના સાસુ-સસરા તેમને નણંદની ચઢામણીથી અપશબ્દો કહીને અપમાનીત કરતા અને માર મારતા હતા. તેમના નણંદ પણ ભીખારીની છોકરી ક્યાંથી લાવ્યા, પાંચ જોડી સારા ગાભા પણ નથી લાવી, ઘરને શોભે તેવું કરિયાવર પણ નથી લાવી વગેરે કહીને ત્રાસ આપતા હતા. આ ઉપરાંત તેઓ દ્વારા 15 લાખ રૂપિયાની સતત માગણી પણ કરવામાં આવતી હતી. 2017ના જાન્યુઆરી મહિનામાં મિનલબેનના ભાઈ, પિતા વગેરે તેમના સાસરે આવીને 5 લાખ રૂપિયા આપી ગયા હતા. પરંતુ એકાદ મહિના બાદ પતિએ કારણ વગર મારઝૂડ કરીને 10 લાખ રૂપિયા લાવ તો જ ઘરમાં ઘૂસવા દઈશ તેમ કહીને કાઢી મુક્યા હતા. 

ઘાટલોડિયાની મહિલાને પ્રેમ લગ્ન કરવાનું ભારે પડ્યું, લગ્નના ચાર મહિનામાં જ પતિએ કાઢી મૂકી

ત્રીજા કિસ્સામાં શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં નિર્માણ ટાવરની સામે બી-28 દેવસિટી બંગલોમાં રહેતા 19 વર્ષીય જાનવીબેને પોતાના પતિ અક્ષય અમરસિંહિ ઝાલા અને અન્ય સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

જાનવીએ તા. 20-09-2021ના રોજ પોતાના પરિવારને જાણ કર્યા વગર જ અક્ષય સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા અને તેના એકાદ મહિના બાદ અક્ષયના ઘરે રહેવા જતી રહી હતી. જોકે લગ્ન બાદ અક્ષયે પરિવારના કોઈ સદસ્ય સાથે વાત કરવાને લઈ ચારિત્ર્ય પર શંકા કરી હતી અને અપશબ્દો કહીને મારઝૂડ કરી હતી. અક્ષયના સંયુક્ત પરિવારે પણ તેનો સાથ આપ્યો હતો. 

અક્ષયના માતા-પિતા ઉપરાંત ભાઈ અનિલ પણ તેના ચારિત્ર્ય પર શંકા રાખીને તેના સાથે મારઝૂડ કરતો હતો અને તેને જો ઘર છોડશે તો મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવતા પોતાની મમ્મી અને કાકા-કાકી સાથે મળીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!