Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 25 મામલતદારની બદલી કરાઈ

On: March 1, 2022 7:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 01 માર્ચ 2022 મંગળવાર

રાજ્યનાં 25 મામલતદારોની સાગમટે બદલી કરવામાં આવી છે. રાજ્યનાં ડેપ્યુટી સેક્રેટરી અમિત ઉપાધ્યાય દ્વારા મામલતદારોની આ બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લાનાં પડધરી મામલતદાર તરીકે ફરજ બજાવતાં બી.એન. વીરોજાને અમદાવાદ સ્પીપામાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે પેટલાદના મામલતદાર એમ.વી. રાઠોડને રાજકોટ શહેરની દક્ષિણ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત અમરેલીના ખાંભાના મામલતદાર આર.બી. બારીયાની પબ્લીક રિલેશન ઓફીસર તરીકે આણંદ કલેક્ટર કચેરીમાં મુકવામાં આવ્યા છે. લીલિયાના મામલતદાર બી.એમ. પટેલને વડોદરા સરદાર સરોવર પુન:વસવાટ એજન્સીમાં મામલતદાર તરીકે નિયુક્ત કરાયી છે. અમરેલી કલેક્ટર કચેરીમાં ચિટનીશ તરીકે ફરજ બજાવતા ડી.કે. જગડને જામનગર કલેક્ટર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

જ્યારે આણંદનાં મામલતદાર કે.એમ. રાઠોડને અમરેલી કલેક્ટર કચેરીમાં, ભરુચના હણસોટના મામલતદાર એફ.બી. વસાવાને ધરમપુર-વલસાડ, ભરુચના મામલતદાર આર.સી. ચૌહાણને નડીયાદ મામલતદાર તરીકે તેમજ દેવભૂમિ દ્વારકાનાં કલેક્ટર ઓફીસમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા એમ.બી. દેસાઈની વડોદરા સીટી ઇસ્ટ કચેરીનાં મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.

તેની સાથે કોડીનારના મામલતદાર કે.જે. મારુને માણાવદર મુકવામાં આવ્યા છે. વિસાવદરનાં મામલતદાર વી.કે. મોઢવાડીયાને પાટડીના મામલતદાર બનાવાયા છે. જ્યારે મેંદરડાનાં મામલતદાર નેહા સોજીત્રાની સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં મામલતદાર તરીકે બદલી કરાયી છે તેની સાથોસાથ નડીયાદ મામલતદાર એસ.જી. ઝાલાને સાબરકાંઠા કલેક્ટર કચેરીમાં ડીઝાસ્ટર વિભાગનાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. તેમજ લખપત કચ્છના મામલતદાર જે.એન. દરબારની ચાણસ્મા મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.

ભુજના મામલતદાર પી.સી. પરમારની બોટાદ, ડેડીયાપાડાના મામલતદાર આર.આર. ચૌધરીની પારડી મામલતદાર તરીકે, ચાણસ્માના મામલતદાર એન.પી. પાલની સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં પબ્લીક રિલેશન ઓફીસર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત પોરબંદરના મામલતદાર બી.એચ. કુબાવતને ગીર સોમનાથની કલેક્ટર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે. તેની સાથે સાબરકાંઠાના મામલતદાર કે.એમ. રાજપુતને કલેક્ટોરેટ ભરુચમાં પબ્લીક રિલેશન ઓફીસર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

સુરેન્દ્રનગરના મામલતદાર એચ.વી. પટેલને વિજાપુર, વડોદરા સિટીનાં મામલતદાર જે.એન. પરમારની જલાલપુર (નવસારી), પાટડીના મામલતદાર કે.એસ. પટેલની વિસાવદર, ધરમપુરના મામલતદાર કુ. મઢવી મિસ્ત્રીની વલસાડ કલેક્ટર કચેરીમાં એડીશ્નલ ચીટનીશ તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ માણાવદરનાં મામલતદાર એન.એચ. રામને ખાંભા મામલતદાર તરીકે અને વિજાપુરનાં મામલતદાર હેમાંગીની ગુર્જરને સાબરકાંઠા કલેક્ટર કચેરીમાં એડીશ્નલ ચીટનીશ તરીકે મુકવામાં આવ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!