Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

રન-વે હવે મહિના અગાઉ એપ્રિલથી જ ધમધમશે

On: February 27, 2022 9:52 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, રવિવાર

અમદાવાદના સરદાર
વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વે રિકાર્પેટિંગની કામગીરી તેની નિર્ધારીત સમયમર્યાદા
૨૨ મે કરતાં એક મહિના અગાઉ એપ્રિલમાં જ પૂરી કરવામાં આવે તેવા ચક્રો ગતિમાન થયા છે.
ગાંધીનગર ખાતે એપ્રિલ મહિના અંત અથવા મે મહિનાના પ્રારંભે વાઇબ્રન્ટ સમિટ યોજાવવાની
સંભાવના હોવાથી રન-વે રિકાર્પેટિંગની કામગીરી ઝડપથી પૂર્ણ કરી દેવાની સૂચના આપવામાં
આવી હોવાની પણ ચર્ચા છે. જેના ભાગરૃપે હવે ૨૦ માર્ચથી રવિવારે પણ સવારે ૯ થી સાંજે
૬ રન-વે રિકાર્પેટિંગની કામગીરી હાથ ધરાશે. હાલમાં રવિવારે અને જાહેર રજામાં રન-વે
આખો દિવસ ખૂલ્લો રાખવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટના
૩૫૦૫ મીટર લાંબા રન-વેને રી કાર્પેટિંગના ભાગરૃપે ૧૭ જાન્યુ થી ૨૨ મે સુધી સવારે ૯
થી સાંજે ૬ વાગ્યા સુધી નવ કલાક ફરજીયાત નોટમ જાહેર કરવામાં આવતા હાલમાં ફ્લાઈટોના
શેડયૂઅલ ઘટાડો થયો  છે એરપોર્ટ પર પ્રતિદિન
૧૪૦ જેટલી ફ્લાઇટોનું સંચાલન થઈ રહ્યું છે. પરંતુ હવે    એરપોર્ટના રન-વેને  એક મહિનો પહેલા એટલે કે ૨૨મે ના બદલે એપ્રિલ મહિનામાં
જ શરૃ કરી દેવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. 

સામાન્ય રીતે  ૨૬ માર્ચથી ૬ ઓક્ટોબર સુધી  ૬ મહિના સમર શિડયુઅલ હોય છે. જેના કારણે આગામી સમયમાં
સમર વેકેશનની શરૃઆતમાં જ  વિમાનમાં ફરવા જતા
હજારો મુસાફરોને વિવિધ રુટ પરની ફ્લાઈટોના વિકલ્પ મળી રહેશે.       જો મે મહિનામાં રન-વે શરૃ થાત તો  પરિવારજનો સાથે  ફરવા જતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડત.

   સૂત્રોના જણાવ્યા મુજબ, આખા રન-વેનું એક લેયરનું
રિકાર્પેટિંગ કરી બીજી વખત પણ પૂર્ણ થવાની તૈયારી છે. હવે રનવેના શોલ્ડર સાઈડ અને   પ્રોપર ગ્રેડિંગ કરી સ્લોપ આપી ડ્રેનેજનું કામ
બાકી છે. હાલના રન-વે પર અધુનિક મશીનો અને મોટી સંખ્યામાં લેબર કામ કરી રહ્યા હોવાથી   રિકાર્પેટિંગનું કામ એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ
થઈ જાય તેવી શકયતાઓ છે.

નોંધનીય છે કે
સિવિલ એવિએશનના ‘રનવે એન્ડ સેફ્ટી એરિયા’ (રેસા) દ્વારા મુસાફરોની સુરક્ષાના કારણોસર
આ કાર્ય પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં એરપોર્ટ પરિસરની  ભૂમીનો ગ્રેડિંગ માટે ઉપયોગ કરીને સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન
દ્વારા તેની મજબૂતાઈ વધારવાનો છે જેથી રનવે વારંવાર તૂટી જવાનો ભય રહે નહીં.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!