Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

જાણો, 1618માં બ્રિટીશ ડિપ્લોમેટે અમદાવાદની દુનિયાના આ શહેર સાથે કરી હતી સરખામણી,

On: February 27, 2022 5:19 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,26 ફેબ્રુઆરી,2022,શનિવાર 

મોગલ સામ્રાજય દેશમાં ગુજરાત સુધી ફેલાયું ત્યારે અમદાવાદ પણ મહત્વનું રાજકિય કેન્દ્ર હતું. આથી મોગલ બાદશાહના પુત્રો અમદાવાદમાં સુબા તરીકે રોકાવાનું વધારે પસંદ કરતા હતા. જહાંગીર દિલ્હીનું શાસન સંભાળ્યા પહેલા અને પછી પણ અમદાવાદમાં લટાર મારવા આવતો હતો. જો કે જહાંગીરે અમદાવાદમાં ઉડતી ધૂળથી કંટાળીને ભલે ગર્દાબાદ પણ કહયું હોય પરંતુ ઇસ ૧૬૧૮માં જહાંગીરને મળવા આવેલા અંગ્રેજ ડિપ્લોમેટ સર ટોમસ રો એ અમદાવાદના વખાણ કર્યા હતા.

થોમસે જયારે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે કહયું કે  it is a goodly city as large as london એટલે કે લંડન જેટલું જ વિશાળ સારી રીતનું શહેર છે. આ વાતનો ઉલ્લેખ અંગ્રેજ લેખક વિલિયમ્સ જેમ્સના પુસ્તકમાં મળે છે. ૧ જાન્યુઆરી ૧૬૧૮ થી સપ્ટેમ્બર ૧૬૧૮ સુધી જહાગીર પરીવાર સાથે વેકેશન અમદાવાદમાં રોકાયો ત્યારે થોમસને મળવા ઉપરાંત બ્રિટીશ તાજ સાથે પત્ર વ્યહવાર પણ કર્યો હતો. જો કે એ સમયે કોઇ જ જાણતું ન હતું કે જહાગીરે અંગ્રેજોને વેપાર કરવાનો આપેલો પરવાનો ભારતમાં બ્રિટીશ સામ્રાજયના ફેલાવાનું નિમિત્ત બનશે.

 અમદાવાદના વેપારીઓ અંગ્રેજો સાથે વેપાર કરવા રાજી ન હતા

એક ઐતિહાસિક માહિતી મુજબ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી ડચ વેપારીઓ સાથે જવેલરી અને અન્ય કોમોડિટીનું વેચાણ કરતા હતા. અંગ્રેજોની ઇચ્છા અમદાવાદમાં જવેલરીનો બિઝનેસ કરવાની હતી.પરંતુ કોઇ વેપારીઓએ તૈયારી ના બતાવતા ખંભાતની વાટ પકડી હતી.

હાપકિન્સ નામનો અંગ્રેજ વેપારી ગુજરાતના કારભારી જેવું માન ધરાવતા મીર મુસાને મળીને વેપારની વાત કરી પરંતુ ભાવ તાલમાં મતભેદ થતા વાર્તા પડી ભાંગી હતી. અમદાવાદમાં વેપારી અને મહાજન પ્રથા એ સમયે ખૂબજ મજબૂત હતી. એ સમયે પરદેશમાં વેપાર સંપર્કો ધરાવતા વેપારીઓ પણ હતા પરંતુ અરબી સમુદ્રમાં ચાંચિયાઓનો ત્રાસ હોવાથી વેપાર કરતા ખચકાતા હતા. મોગલોની પકકડ ઢીલી પડતા અમદાવાદમાં મરાઠાઓના ૬૩ વર્ષના શાસનમાં અંધાધૂંધી અને અરાજકતાથી કંટાળીને ૮૦ ટકા લોકો અમદાવાદ છોડીને જતા રહયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!