Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પીઓકે યોગ્ય સમયમાં ભારતનો હિસ્સો બની જશે

On: February 26, 2022 10:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ ખાતે પૂર્વ સૈન્ય અધિકારીના મતે

છેલ્લા એક વર્ષમાં 50થી વધુ યુવાનો આંતકી છાવણીથી છેડો ફાડી ઘરે પરત ફરી ચૂક્યા છે

અમદાવાદ : પાકિસ્તાનના કબ્જા હેઠળનું કાશ્મીર (પીઓકે) યોગ્ય સમયમાં ભારતનો હિસ્સો બની જશે તેવો લેફટન્ટ જનરલ કેજેએસ ધિલ્લોન (રિટાયર્ડ) દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ આવેલા કેજેએસ ધિલ્લોને જણાવ્યું કે, ‘ઘણા લોકોનું માનવું હતું કે આર્ટિકલ 370 ક્યારેય નહીં હટાવાય. પરંતુ આર્ટિકલ 370નો યોગ્ય સમયે  જ છેદ ઉડાવાયો હતો.

આ જ રીતે પાકિસ્તાન કબ્જા હેઠળનું કાશ્મીર પણ યોગ્ય સમયે ભારતનો હિસ્સો બની જશે. આર્ટિકલ 370 હટાવાયા બાદ કાશ્મીરમાં 30 વર્ષ બાદ શાંતિનું વાતાવરણ પરત ફર્યું છે. આ બાબત દર્શાવે છે કે મજબૂત સરકાર નીડર નિર્ણયનો અમલ કરી જાણે છે. હુરિયત દ્વારા બંધનું એલાન કરવામાં આવતું. પરંતુ આજે હૂરિયતનું કોઇ અસ્તિત્વ જ રહ્યું નથી.

કાશ્મીરમાં છૂટીછવાઇ આતંકી ઘટના બને છે પરંતુ તેને તુંરંત જ ડામી દેવાય છે. કાશ્મીરના યુવાનોની માતાઓને કહેવામાં આવ્યું હતું કે આજે જે યુવાનો પથ્થરમારામાં આગળ છે તેઓ આવનારા સમયમાં આતંકી બનશે અને તેઓ આંતકી બન્યાના પ્રથમ વર્ષમાં જ હણાઇ જાય તેની પૂરી સંભાવના છે.

આ વાતની કાશ્મીરના યુવાનોમાં પણ સકારાત્મક અસર જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાં 50થી વધુ યુવાનો આંતકી છાવણીમાંથી છેડો ફાડીને પરત ફરી ચૂક્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!