[ad_1]

કોરોનાની ટાસ્કફોર્સમાં ડૉ. સુધીર શાહની બેકડોર એન્ટ્રી થતાં કેટલાક તબીબો અકળાયા
અમદાવાદ : ગત સપ્તાહમાં કોરોના ટાસ્કફોર્સ અંગે મળેલી બેઠકમાં જાણીતા ન્યૂરો ફિઝિશિયન અને પદ્મશ્રી ડો. સુધીર શાહની એકાએક એન્ટ્રીથી સિનિયર ડોક્ટરોના એક વર્ગમાં ખલબલી મચી ગઇ હતી. ટાસ્કફોર્સની મિટીંગના આગલા દિવસે જ કહે છે કે દિલ્હી દરબારમાંથી આવેલી ભલામણ અનુસાર ડો. સુધીર શાહનો સમાવેશ ટાસ્કફોર્સમાં કરવામાં આવ્યો હતો.
ડો. સુધીર શાહે આ બેઠકમાં હાજરી આપી ત્યારે કેટલાક તબીબોએ ખાનગીમાં સવાલ ઉઠાવ્યો હતો કે કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે સુધીરભાઇને આ ટાસ્કફોર્સમાં સમાવાયા ન હતાં અને આ વખતે એકાએક તેઓ શી રીતે પ્રગટ થયાં..? સુધીરભાઇનો એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર થવામાં પણ ત્રણ દિવસનો વિલંબ થયો હતો.
જો કે ટાસ્કફોર્સની બેઠક બાદ બીજા દિવસે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેવા સુધીરભાઇને પણ વિનંતી કરવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધવા માટે એડિશનલ ચિફ સેક્રેટરી (હેલ્થ) મનોજ અગ્રવાલ અને મ્યુનિ. કમિશનર લોચન શહેરા ઉપરાંત ડો. માવલંકર, ડો. અતુલ પટેલ, ડો. વી. એન શાહ અને ડો. તુષાર પટેલ ઉપસ્થિત હતાં.
સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર ડો. માવલંકર સૌ પ્રથમ બોલશે એમ નક્કી થયુ હતું પરંતુ સિનિયરોટીના દાવે ડો. સુધીરભાઇએ પ્રારંભિક ભૂમિકા મુકવાનો આગ્રહ રાખી વક્તવ્યની શરૂઆત કરી હતી અને વિગતવાર છણાવટ બાદ કહ્યુ હતું કે કોરોનાના પ્રવર્તમાન વેરિએન્ટ ઓક્રોનની કોઇ ટ્રીટમેન્ટ નથી. માત્ર સોશિયલ ડિસ્ટેન્સીંગ, માસ્ક, સેનિટાઇઝર અને જરૂર પડે તો પેરાસીટેમોલ લેવી જોઇએ.
ડો. સુધીરભાઇના આ નિવેદનથી ડો. અતુલ પટેલ ધુંવાપુંવા થઇ ગયા હતાં. તેમણે આરોગ્ય સચિવ અને ડો. માવલંકરની તરફ ઇશારો કરીને આ બાબત ખોટી છે એવો હોબાળો મચાવ્યો. પરિણામે ડો. અતુલ પટેલને બોલવાની તક આપવામાં આવી એ સાથે જ જોરથી તાડુકતા ડો. અતુલ પટેલે કહ્યું હતું કે સુધીરભાઇની વાત સાથે હું સહમત નથી.
કોરોનાના આ વેરિયેન્ટની ચાર જાતની દવાઓ ઉપલબ્ધ છે અને તમામ દર્દીઓને એક લાકડીથી ના હાંકી શકાય તેમ કહી માઇલ્ડ કેટેગરીથી માંડીને હાઇરિસ્ક કેટેગરીમાં દર્દીઓમાં શુ ટ્રીટમેન્ટ હોવી જોઇએ એની લંબાણપૂર્વક ટેકનિકલ માહિતી ડો. અતુલ પટેલે બોલવાનું ચાલુ રાખતા માહોલમાં સોંપો પડી ગયો હતો.
આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે પરિસ્થિતિને કાબુમાં લેવા ચિઠ્ઠી મોકલીને ડો. અતુલ પટેલને વાત ટૂંકાવવા વિનંતી કરી હતી, પરંતુ આ બેઠક બાદ પણ ડોક્ટરો વચ્ચેના મતભેદો જારી રહ્યાં હતાં અને ડોક્ટરોના બે જૂથ ઉડીને આંખે વળગતા હતાં.
મ્યુનિ. કમિશનર લોચન શહેરાએ મામલો થાળે પાડવા ડો. વી.એન શાહ, ડો. માવલંકર અને ડો. તુષાર પટેલને પોતાના વક્તવ્યો ટૂંકમાં જણાવવા વિનંતી કરી હતી, પરંતુ આ બેઠક બાદ તબીબી આલમમાં આ મુદ્દે ગજગ્રાહ ખાસ્સો વકર્યો હતો અને એક તબક્કે ટાસ્કફોર્સમાંથી રાજીનામા આપવાની ઓફર પણ થઇ હતી.
તો કેટલાક ડોક્ટરોએ સમાધાન કરાવવાની પણ કોશિષ કરી હતી. આ મામલો મુખ્યમંત્રીની કચેરી સુધી પણ પહોંચ્યો હતો ત્યારે એક સિનિયર મોસ્ટ આઇએએસ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે ‘યે કોક્ટર લોગોકો પોલિટીક્સ તો નેતાઓસે ભી ખતરનાક હૈ’
[ad_2]
Source link






