Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં આજે કોરોના ઘાતક બન્યો: એકી સાથે બે મહિલા દર્દીઓના કોરોનાથી મૃત્યુને લઈને ભારે ફફડાટ

On: January 24, 2022 6:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 24

જામનગર શહેરમાં આજે સવારે કોરોના ઘાતક બન્યો છે, અને સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા બે વૃદ્ધ મહિલા દર્દીઓએ દમ તોડી દીધો છે, જેના કારણે શહેરમાં કોરોનાના મામલે ભયનો માહોલ સર્જાયો છે.

જામનગરના આનંદ કોલોની શેરી નંબર -8 જૂની ડેન્ટલ હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા અરુણાબેન દિલીપભાઇ ત્રિવેદી નામના 70 વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓને કોરોનાની સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલના કોવિડ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં આજે સવારે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે. જેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અને જામનગરના આદર્શ સ્મશાનમાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે, અને કોરોનાની ગાઈડલાઈન મુજબ અગ્નિ સંસ્કાર આપવા માટેની વ્યવસ્થા કરાઈ છે.

આ ઉપરાંત જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હીરીબેન માવજીભાઈ ચોવટિયા નામના 72 વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓએ પણ આજે સવારે જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં કોરોનાની સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. જેઓના મૃતદેહની મોક્ષ ફાઉન્ડેશનની ટીમ દ્વારા કોવિડ પ્રોટોકોલ મુજબ ગાંધીનગરના સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરવામાં આવી રહી છે.

આજે સવારે એકીસાથે કોરોનાગ્રત બે મહિલા દર્દીઓના મૃત્યુને લઈને શહેરમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં કોરોના થી કુલ પાંચ દર્દીઓના મૃત્યુને લઈને ભારે ફફડાટ મચી ગયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!