Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગર શહેર માં કોરોનાની વણથંભી રફતાર: ગઈકાલે કોરોના ના વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર ની દોડધામ

On: December 30, 2021 10:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ગ્રામ્ય વિસ્તારમાં નવ દિવસની બ્રેક પછી ગઈકાલે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા

– જામનગર તાલુકાના બે તથા જામજોધપુરના એક કેસનો સમાવેશ

 જામનગર તા 3૦, 

જામનગર શહેર માં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન આગળ વધતું જાય છે, અને જામનગર શહેરમાં કોરોના ના કેસ બમણા થયા છે, અને ગઈકાલે વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે.જે કોરોનાનુ સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેલાયું છે, અને ગ્રામ્ય વિસ્તારના ગઈકાલે ત્રણ સહિત સમગ્ર જિલ્લાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉપરાંત સપ્તાહમાં કોરોના ગ્રસ્ત પાંચ દર્દીના મૃત્યુ થયા હોવાથી ઘાતક બનેલા કોરોનાથી લોકોએ સાવધાન રહેવું જરૂરી છે. 

જામનગર શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્રએ પણ ચિંતા વ્યક્ત કરીને કોરોનાના ટેસ્ટની કાર્યવાહી બમણી કરી દેવામાં આવી છે.

જામનગર શહેરમાં કોરોના પોઝીટીવ કેસની રફતાર બમણી થતી જાય છે. જામનગર શહેરમાં પરમદીને બે કોરોના પોઝેટીવ કેસ નોંધાયા પછી ગઈકાલે કેસનો આંકડો ડબલ થયો છે, અને વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના કારણે મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.

આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ 1૦ દિવસના વિરામ પછી કોરોનાએ પંજો ફેલાવ્યો છે, અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જામનગર તાલુકાના બે, અને જામજોધપુર પંથકના એક પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં એક જ દિવસમાં સાત પોઝિટિવ કેસ ને લઈને તંત્રની દોડધામ વધી છે.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ની ટિમ દ્વારા કોવિડ ટેસ્ટિંગ ની પ્રક્રિયા વધારી દેવામાં આવી છે અને જામનગર શહેરમાં 1,5૦2 લોકોનું કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને અત્યાર સુધીના 5,9૦,7૩9 લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે. તે જ રીતે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં 1224 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લાના કુલ 2,726 લોકોનું કોવિડ પરીક્ષણ કરાયું છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાના ૩ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં 1  દર્દીને બાયપેપ પર રાખવામાં આવ્યો છે. ત્યારે અન્ય બે દર્દીઓ રૂમ-એર પર સારવાર હેઠળ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!