Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

લગ્નગાળો-ચૂંટણીની ભીડની અસર દેખાઈઃ કચ્છમાં કોરોનાના ૧૩ કેસો

On: December 30, 2021 12:40 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુધવાર

ઓમિક્રોનના સંકટ વચ્ચે છેલ્લા એકાદ સપ્તાહાથી કચ્છ જિલ્લામાં કોરોનાએ માથુ ઉચકતા કુલ ૨૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમાં ખાસ કરીન ભુજ, માંડવી, ગાંધીધામ તાથા અન્ય વિસ્તારમાં કોરોના વકરતા કચ્છવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. ભુજ સહિત કચ્છની બજારોમાં હજી પણ કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળી રહ્યો છે ત્યારે જો લોકો આ પ્રકારની જ બેદરકારી દાખવશે તો આગામી દિવસો કચ્છ માટે ભારે પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

છેલ્લા એકાદ સપ્તાહાથી કચ્છમાં બેાથી ચાર આસપાસ પોઝીટીવ કેસો નોંધાઈ રહ્યા હતા તે વચ્ચે આજે એક જ દિવસે કોરોનાના ૧૩ કેસો નોંધાતા આ મેસેજ સોશ્યિલ મિડીયામાં ફરી વળતા લોકોમાં ફરી એક વખત જુની યાદો તાજી થઈ ગઈ હતી. વેપારીઓમાં પણ ફફડાટ મચી ગયો છે. આજે નોંધાયેલા પોઝીટીવ કેસોમાં શહેરી વિસ્તારોમાં ૬ અને ગ્રામિણ વિસ્તારોમાં ૭ કેસો નોંધાયા હતા. જેમાં, ભુજ શહેરમાં ૧ અને ગ્રામિણ વિસ્તારમાં ૬ તો ગાંધીધામ શહેરમાં ૧, માંડવી શહેરમાં ૪ અને માંડવીના ગ્રામિણ વિસ્તારમાં ૧ કેસ નોંધાયો છે. જિલ્લામાં એકટીવ પોઝીટીવ કેસ ૨૧ થઈને કુલ કેસોનો આંક ૧૨૭૬૦ પહોંચી ગયો છે. જો કે, આજે ૮ દર્દીઓ સ્વસૃથ થયા હતા. પ્રારંભિક દિવસોમાં લગ્નગાળાની સીઝન અને પછી ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે કેસો વાધતા હોય તેવી દહેશત સાચી ઠરી છે.

કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા કોવિડ ગાઈડપાલનના પાલન માટે અપીલ કરાઈ હોવા છતાં નાગરિકો દ્વારા તેનું પાલન કરવામાં ન આવતા કોરોનાના કેસોમાં વાધારો થયો છે અને હાલ જિલ્લામાં કોરોનાના   એક્ટીવ કેસ હોવાની માહિતી આરોગ્ય ખાતામાંથી જાણવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહાથી કચ્છ  જિલ્લામાં કોરોનાએ પુનઃ માથુ ઉચક્યું છે ત્યારે મોટા ભાગના કચ્છમાં નાગરિકો દ્વારા કોવિડ ગાઈડલાઈનના પાલન અંગે નિરસતા દાખવવામાં આવી રહી હોવાના ચિત્રો જોવા મળી રહ્યા છે. ભુજ સહિત અંજાર, ગાંધીધામ, માંડવી, મુંદરા, નખત્રાણા, નલિયા, રાપરની બજારોમાં ગ્રાહકોની ભીડ વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરાં ઉડી રહ્યા હોવાની સાથે કેટલાક નાગરિકો માસ્ક પણ ન પહેરતા હોવાનું જોવા મળી રહ્યું છે.  ત્યારે આગામી દિવસોમાં કોરોના સ્પ્રેડર બને તે પહેલા તંત્ર દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરતા તત્વો સામે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!